સુરતમાં કમર્શીયલ સેન્ટરો, જાહેર સ્થળો પર CCTV કેમેરાની વ્યવસ્થા ગોઠવવી જાહેરનામુ

PC: youtube.com

આગામી તહેવારના દિવસોમાં સુરત શહેરમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને સુરક્ષાના હેતુથી તકેદારીના ભાગરૂપે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામાં અનુસાર સૂરત શહેર વિસ્તારમાં આવેલી તમામ બેંકો, તમામ એટીએમ સેન્ટરો, સોના-ચાંદી તથા કિં ઝવેરાતની દુકાનો તથા શો રૂમ તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્સ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શિયલ સેન્ટર, હોટલ, ગેસ્ટ હાઉસ, લોજીંગ- બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ તથા જ્યાં બહારના માણસોને રહેવાની સુવિધા પુરી પડાતી હોય તેવા સ્થળો તથા સ્થળો તથા બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળોના માલિકો/ગ્રાહકો/વહીવટકર્તાઓએ તેમના વ્યવસાય સ્થળોએ પ્રવેશદ્વાર ઉપર પુરતા પ્રમાણમાં તાલીમ પામેલા માણસોને સિક્યુરિટી માટે મેટલ ડીટેક્ટર સાથે ફરજ ઉપર નિયુક્ત કરવાના રહેશે.

પ્રવેશ તથા બહાર નિકળવાના દ્વાર, રિશેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યા તથા જાહેર પ્રજા માટે જ્યાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તે રીત CCTV કેમેરાની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. CCTV કેમેરા બે મેગા પિક્સલના સારી ગુણવત્તાવાળા, વધુ રેન્જના( માણસોના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય તથા વાહનના નંબર વાંચી શકાય તેવા) ગોઠવવાના રહેશે. CCTVના રેકોર્ડીંગના ડેટા ઓછામાં ઓછા 30 દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે.

કેમેરા સતત 24 કલાક કાર્યરત રહે તે જોવાની જવાબદારી માલિકો/ વહીવટકર્તાઓની રહેશે. કેમેરા તથા સિક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા હાલ હયાત તમામ ઉપરોક્ત એકમોએ સાત દિનમાં ઉભી કરી દેવાની રહેશે. જ્યારે નવા શરૂ થતાં એકમોએ આ વ્યવસ્થા કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામું તા.02/12/2020 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp