SMC કહે સુરતમાં રખડતા કૂતરા 33761 છે, તો મનપાએ 30000 શ્વાનોની નસબંધી કઈ રીતે કરી
વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઇની મોતથી ગુજરાતમાં રખડતા કૂતરાઓનો મામલો ગરમાયો છે. તેની વચ્ચે સુરતમાં એક ગજબનો કૌભાંડ સામે આવ્યો છે. એક RTIમાં ખુલાસો થયો છે કે, સુરત મનપામાં માત્ર 2754 રખડતા કૂતરાઓ છે, પણ મનપાએ 33,761 કૂતરાઓની નસબંધી કરવાનો દાવો કર્યો છે.
સુરત મહાનગર પાલિકાનો વિવાદોથી નાતો જૂનો છે. મોટેભાગે મનપાના વિવાદો સામે આવતા રહેતા હોય છે. આ કડીમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા અને ખસીકરણને લઇ આરટીઆઈ દ્વારા જે ખુલાસો સામે આવ્યો છે, તેને સાંભળી સૌ કોઇ હેરાન થઇ જશે.
આધિકારિક રીતે શહેરમાં 2754 રખડતા શ્વાનો છે. પણ મનપાએ 33,761 કૂતરાઓને પકડીને તેમની નસબંધી કરી છે. નસબંધી માટે એક કૂતરાના બિલ પર 1403 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. એટલે કે શ્વાનોના નામે લગભગ 3 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાને આ જાણકારી આરટીઆઈથી મળી છે.
33,761 શ્વાનોનું ખસીકરણ કરાયું
હવે સવાલ એ ઊભો થાય છે કે, સુરત શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા 2754 છે તો મનપાએ કઇ રીતે 33,761 શ્વાનોની નસબંધી કરી નાખી. RTI એક્ટિવિસ્ટ દ્વારા મનપા પાસેથી માગવામાં આવેલી આરટીઆઈમાં 2018 થી 2023 સુધી 2754 જ શ્વાનો નોંધવામાં આવ્યા છે. જ્યારે નસબંધી 33,761 શ્વાનોની કરવામાં આવી છે.
આ મામલાને લઇ જ્યારે મનપાના એડિશનલ માર્કેટ સુપ્રીટેંડેન્ટને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, સુરત શહેરમાં 80 થી 90 હજાર શ્વાનો હશે. ગયા વર્ષે અમે 33,761 શ્વાનોની નસબંધી માટે ટેન્ડર પાડ્યું હતું, જે પૂરુ થઇ ગયું છે. ગયા મહિનાથી નવું ટેન્ડર 33,761 શ્વાનોનું કરવામાં આવ્યું છે. જેની પ્રક્રિયા ચાલુ છે.
તે કઇ રીતે થયું, અમને નથી ખબર
રોજ અમારી ટીમ વોર્ડ પ્રમાણે નીકળે છે અને શ્વાનોને પકડી તેમની નસબંધી કરે છે. આધિકારિક રીતે 2754 કૂતરાઓના હોવા અને 33,761 શ્વાનોની નસબંધી કરવાના ખુલાસાને લઇ ડૉક્ટર રાજેશ ઘેલાનીએ કહ્યું કે, તેઓ સેંસર વિભાગમાં કામ કરે છે. આ કઇ રીતે થયું તેની જાણ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp