દર વર્ષે સુરતના સરસાણામાં ગરબાનું આયોજન કરનારા આયોજકોએ આ વર્ષે કેમ જગ્યા બદલી?

PC: Khabarchhe.com

સુરતમાં છેલ્લા 25 વર્ષથી હિરેન કાકડીયા અને કરણ શાહ જી નાઇન અને એપેક્ષ એન્ટરટેનમેન્ટ ગ્રુપ નવરાત્રિનું આયોજન કરતા આવ્યા છે. આ વર્ષે પણ નવા સ્થળે એસીડોમ ખાતે નવરાત્રિ 2023નું 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2023 સુધીનું ભવ્ય આયોજન ભગવાન મહાવીર કોલેજ, સેકન્ડ વીઆઈપી રોડ, ભરથાના સુરત ખાતે કરવામાં આવ્યું છે.

જી નાઇન અને એપેક્ષ એન્ટરટેનમેન્ટ ગ્રુપ નવરાત્રિના આયોજક હિરેન કાકડીયા અને કરણ શાહના જણાવ્યા મુજબ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે છેલ્લા દસ વર્ષથી અમે જ આયોજન કરતા આવ્યા છે. જે હવે અમને નાનું પડે છે અને ત્યાં એસી અને ઇકો જેવા લુક પોઇન્ટ પણ હતા. સરસાણા બન્યું તેના કરતાં હવે પ્રેક્ષકો અને ખેલૈયાઓની સંખ્યા વધતા એસીની સમસ્યા અમને નડતી હતી તેની સાથે સાઉન્ડ ઇકો અને ડેકોરની સમસ્યા પણ અમને ત્યાં નડતી હતી. જે માટે હવે જર્મનનું હેંગરડોમ આવતા વધુ સુવિધા, વધુ જગ્યા અને વધુ સારી એસી મળે છે તે જોતા અમને નવું વિઝન મળ્યું અને આ નવા આયોજનની અમે યોજના બનાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp