સુરતની નંદુબા ઇંગ્લિશ એકેડમીના આચાર્ય ડો. મોનિકા શર્માનું મોરેશિયસમાં સન્માન

PC: khabarchhe.com

સુરત શહેરની નંદુબા ઇંગલિશ એકેડેમી ની પ્રિન્સિપલ ડોક્ટર મોનિકા શર્મા ને મોરેશિયસ ખાતે યોજાયેલ એક્સિલન્સ ઇન એજ્યુકેશન એવોર્ડ 2023 થી સન્માનિત કરવામાં આવ્યા છે..મોરિશિયસ ખાતે યોજાયેલ આ એવોર્ડ સમારોહમાં દુનિયભરમાંથી 30 લોકોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતમાંથી ડોકટર મોનિકા એકમાત્ર હતી.

સાથે મુંબઈમાં સ્કિલ ભારત સન્માન 2023 માં સ્કિલ એમ્બેસેડર ની કેટેગરીમાં ડોક્ટર મોનિકા શર્મા ને સન્માનિત કરાયા હતા.આ કાર્યક્રમમાં ભારત દેશના 250થી વધારે લોકોનું સન્માન વિવિધ કેટેગરી અંતર્ગત કરવામાં આવ્યું હતું.

ડૉ. મોનિકા શર્મા, 19 વર્ષનો અનુભવ ધરાવતા કુશળ શિક્ષક. બહુમુખી વ્યાવસાયિક તરીકે, CBSE વાઇસ પ્રિન્સિપાલ, કોઓર્ડિનેટર અને કેમ્પસ ડિરેક્ટર સહિત વિવિધ ભૂમિકાઓ નિભાવી છે

અમદાવાદ ખાતે યોજાયેલ એજ્યુકેશન એક્સિલેન્સીં કોન્ફ્લેવ 2023 એવોર્ડ માં ગુજરાત રાજ્યના 100 જેટલા બેસ્ટ પ્રિન્સિપલ ને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું હતું જેની અંદર પણ ડોક્ટર મોનિકા શર્માનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના એજ્યુકેશન ક્ષેત્રે જેમાં સ્કૂલ કોલેજ તેમજ વિવિધ એજ્યુકેશન ને લગતી ક્ષેત્રના 20 ડાયરેક્ટરો ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ડી સી પટેલ નવ નિર્માણ એજ્યુકેશન કેમ્પસ સી બી પટેલ સ્પોર્ટ કેમ્પસ અને નંદુબા ઇંગલિશ એકેડેમી ના ડિરેક્ટર પંકજભાઈ ગિજુભાઈ પટેલને પણ સન્માનિત કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp