સુરત તક્ષશિલા અગ્નિકાંડ: શું 5 વર્ષે પણ 22 મૃતકોના પરિવારોને ન્યાય મળ્યો ખરો?

PC: twitter.com

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેવી જ રીતે 5 વર્ષ પહેલાં 24 મે 2019ના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો અને 22 માસૂમ બાળકોના મોત થયા હતા. આ ઘટનાના 5 વર્ષ પછી પણ 14 આરોપીઓ જામીન પર બિન્દાસ્ત બહાર ફરી રહ્યા છે.

24 મે 2019ના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી તક્ષશિલા બિલ્ડીંગમાં અનેક ટયુશનો કલાસો ચાલતા હતા અને આ બિલ્ડીંગમાં જ્યારે આગ લાગી ત્યારે બાળકો ફસાઇ ગયા હતા અને કેટલાંક ઉપરથી કુદી ગયા હતા. આ ઘટનામાં 22 બાળકોના મોત થયા હતા.

આ ઘટનામાં અતુલ ગોરસાવાલા, હિમાંશુ ગજ્જર, પરાગ મુન્શી, વિનુ પરમાર, દિપક નાયક, જિગ્નેશ પાઘડાળ, કિર્તી મોઢ, સંજય આચાર્ય, જયેશ સોલંકી, ભાર્ગવ બુટાણી, રવિ કહાર, હરસુખ વેકરીયા, દિનેશ વેકરીયા, સવજી પાઘડાળ આરોપી હતી અને આ બધા જામીન પર બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp