સુરતનો જૈમિન મોદી બન્યો મિસ્ટર હેન્ડસમ

14 Nov, 2017
03:30 AM
PC: khabarchhe.com

ભારતમાં દર વર્ષે મિસ. ઇન્ડિયા જેવી સ્ત્રીઓની સૌંદર્ય સ્પર્ધા યોજાતી હોય છે. તે જ રીતે પુરુષો માટે પણ દર વર્ષે સૌંદર્ય સ્પર્ધાનું આયોજન થાય છે. સ્ત્રીઓની તુલનામાં હવે પુરૂષો પણ સુંદરતામાં પાછળ નથી રહ્યા. સુંદર પુરૂષો માટે દિલ્હી ખાતે યોજાયેલી મિ.ઇન્ડિયા મેનહન્ટ-2017 સ્પર્ધામાં સુરતના મોદી સમાજના જૈમિન મોદીએ મિ. હેન્ડસમ તરીકે ચોથું સ્થાન હાંસલ કરીને સુરતનું ગૌરવ વધાર્યું છે. સુરતના રહેવાસી હીનાબેન અને  મુકેશ મોદીના 26 વર્ષીય પુત્ર જૈમિને દિલ્હી ખાતે આયોજિત મિ.ઇન્ડિયા મેનહન્ટ-2017 સ્પર્ધામાં બોલીવૂડના અભિનેતા તુષાર કપૂર અને મનોજ બક્ષીના હસ્તે આ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. દેશભરમાંથી મિ. હેન્ડસમનો ખિતાબ મેળવવા માટે 1500 નવયુવાનોએ ઓડીશન આપ્યું હતું. જેમાં ફાઈનલ સ્પર્ધા માટે 70 યુવાનો સિલેક્ટ થયા હતા. ફાઈનલ રાઉન્ડમાં ઇન્ટ્રડકશન, ટેલેન્ટ રાઉન્ડ, ક્વેશ્ચન-આન્સર રાઉન્ડ, રેઈનવોક, પ્રશ્નોત્તરીમાંથી પાર જૈમિન મોદીએ આ સિદ્ધિ હાંસલ કરી છે.    

Leave a Comment: