લોકસભા ચૂંટણી પરિણામો પછી ગુજરાતનો સર્વે રિપોર્ટ, ક્ષત્રિય સમાજની બાજી ઉંધી પડી?

લોકસભા ચૂંટણીના પરિણામો પછી ગુજરાતમા પોસ્ટ પોલ સર્વે રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં ભાજપને કોણે વધારે મત આપ્યા તે વિગતો બહાર આવી છે. સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટી (CSDS) લોકનિતીનો સર્વે રિપોર્ટ સામે આવ્યો છે.

ગુજરાતમાં કોંગ્રેસને ક્ષત્રિય સમાજના 38.5 ટકા વોટ મળ્યા જ્યારે ભાજપને 58 ટકા વોટ મળ્યા. મતલબ કે રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતમાં જે ક્ષત્રિય આંદોલન ઉભું થયું હતું તેની કોઇ અસર ભાજપને કોઇ પણ સીટ પર થઇ નથી.

પાટીદારોએ ભાજપને ખોબેલા ખોબલા ભરીને વોટ આપ્યા છે. પાટીદાર સમાજે ભાજપને 79.6 ટકા વોટ આપ્યો જ્યારે કોંગ્રેસને માત્ર 6.1 ટકા વોટ મળ્યા.

આ સિવાય 35 વર્ષની વયના, 25 વર્ષથી ઓછી વયના, 36 વર્ષથી 55 વર્ષની વયના લોકોએ પણ ભાજપને વધારે વોટ આપ્યા છે. ગામડાઓમાં પણ ભાજપને જ વધારે વોટ મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp