સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ શાળામાં ભણતા સાથી સાથે પ્રેમ લગ્ન કરેલા
કચ્છમાં બુટલેગર સાથે પકડાયેલી લેડી કોન્સ્ટેબલ ફરાર છે. તેના પતિ વીરસિંગ ચૌધરીએ મીડિયા સાથેની વાતમાં નીતા ચૌધરી વિશે વાત કરી છે. વીરસિંગ પાલનપુર તાલુકાના મોરિયા ગામની વતની છે અને ગામના સરપંચ રહી ચૂક્યા છે. અત્યારે જમીનની દલાલીનું કામ કરે છે.
વીરસિંગ ચૌધરીએ મીડિયા સાથેની વાતમાં કહ્યુ હતું કે, હું અને નીતા જ્યારે શાળામાં સાથે ભણતા હતા ત્યારથી અમે એકબીજાના પ્રેમમાં હતા અને 15 વર્ષ પહેલાં લવ-મેરેજ કરેલા. પતિએ કહ્યું કે, મારી પત્ની નીતાને ખોટી રીતે ફસાવવામાં આવી છે. નીતા પોલીસ કર્મચારી છે એટલે પોલીસે તેને બચાવવી જોઇએ. વીરસિંગે કહ્યું કે, મારી પત્ની રીલ્સને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી હતી. પોલીસે નીતા સામે ખોટી કલમો લગાવી છે એવો વીરસિંગે દાવો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp