SVPI એરપોર્ટનું 'વન નેશન બિલિયન સેલિબ્રેશન' અભિયાન લોન્ચ

PC: Khabarchhe.com

અમદાવાદ, 23મી ઑક્ટોબર 2024: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) વન નેશન બિલિયન સેલિબ્રેશન અભિયાન લોન્ચ કર્યું છે. જેનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને વાર્ષિક ઉત્સવમાં ખરીદીનો આહલાદક આનંદ આપવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત 15મી ઑક્ટોબર, 2024થી 10મી જાન્યુઆરી, 2025 સુધી તેમાં ONBC પ્રાદેશિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ વિષયોને સાંકળતી પેસેન્જર એંગેજમેન્ટ એક્ટિવીટીઝ અને આકર્ષક હરીફાઈઓમાં ભાગ લઈ મુસાફરો ગેરંટેડ ગીફ્ટ્સ જીતી શકે છે.

અભિયાન દરમિયાન SVPIA મારફત મુસાફરી કરતા યાત્રીકો ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક લેન્ડસ્કેપ માણવાનો લાભ લઈ શકશે. દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષ જેવા તહેવારોનો આનંદ માણી શકશે. હાલમાં, એરપોર્ટને દિવાળી માટે અંધકાર પર પ્રકાશની જીત દર્શાવતા મનમોહક સજાવટથી શણગારવામાં આવ્યું છે. વન નેશન બિલિયન સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાઓ મુસાફરોને આકર્ષક ઇનામો જીતવાની તક અપાશે જેમાં આંતરરાષ્ટ્રીય ટ્રિપ્સ, રોયલ એનફિલ્ડ બાઇક, ક્રોમા વાઉચર્સ, કોક અને રાઇન વેલી ચોકલેટ વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, SVPIA ખાતે રિટેલ આઉટલેટ્સ પર ખરીદી કરતા મુસાફરોને આકર્ષક ભેટ પણ આપવામાં આવશે.

પ્રવાસીઓને વન નેશન બિલિયન સેલિબ્રેશન્સમાં ભાગ લઈને 80થી વધુ બ્રાન્ડ્સ અને 100થી વધુ વિશિષ્ટ રીતે ક્યુરેટેડ બ્રાન્ડ પ્રમોશન સાથે તેમના અનુભવને ઉન્નત કરવા SVPIA દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp