ખોડિયાર માતાનું અપમાન કરનાર સ્વામી બ્રહ્મસ્વરૂપે ગોરા કુંભાર વિશે ગંદી વાત કરી

PC: abplive.com

હજુ થોડા સમય પહેલા ખોડિયાર માતા વિશે બફાટ કરનાર વડતાલ સ્વામીનારાયણના બ્રહ્મસ્વરૂ સ્વામી ફરી વિવાદમાં આવી ગયા છે. આ વખતે તેમણે ભક્ત ગોરા કુંભાર વિશે હલકી ભાષાનો ઉપયોગ કરતો વીડિયો વાયરલ થયો છે, જેને કારણે પ્રજાપતિ સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર આપીને સ્વામી માફી માંગે તેવી માંગ કરી છે.

લાગે છે કે હવે વીડિયોમાં બેફામ બોલવું, બફાટ કરવો, લવારા કરવા એ ફેશન થઇ ગઇ છે. હજુ થોડા સમય પહેલા વડતાલ સ્વામીનારાયણમા બ્રહ્મસ્વરૂપ મહારાજે ખોડિયાર માતા વિશે જે વાત કહી હતી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને સૌરાષ્ટ્રના પટેલોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વાત વણસી જતા બ્રહ્મસ્વરૂપે માફી માંગી લીધી હતી.

હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી તેમના સંબોધનમાં સામાન્ય કુંભારણ મહિલા અને ગોરા કુંભારના રૂમમાં સૂવા વિશે વર્ણન કરી રહ્યા છે. પ્રજાપતિ સમાજે આરોપ લગાવ્યો છે કે બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ગોરા કુંભાર વિશે હલકી અને ગંદી ભાષામાં વર્ણન કર્યું છે જેને કારણે સમાજની લાગણી દુભાઇ છે.

આ બાબતે ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, વારંવાર આવી ભુલ થાય તે ન ચાલે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ તાજેતરમાં ખોડીયાર માતા વિશે પણ ટિપ્પણી કરી હતી. હિંદુ સમાજમાં ભાગલાં ન પડે તેનું સંતોએ ધ્યાન રાખવું જોઇએ. કોઇ પણ સમાજની લાગણીને ઠેસ પહોંચે એવા પ્રવચનો કરવાથી સંતોએ દુર રહેવું જોઇએ.

વાયરલ થયેલા વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ એવું બોલી રહ્યા છે કે,ભગત બહુ મોટા ભગત, ગોરા ભગતે વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા ગારો ખુંદતી વખતે છોકરાને ખુંદી નાખ્યો, તેઓ તો ભગવાનની ભક્તીમાં લીન હતા. તેમણે ગારો ખુંદતા ખુંદતા પોતાના છોકરાને ખુંદી નાખ્યો હતો. જ્યારે પત્ની આવી ત્યારે તેમણે કહ્યું હતું કે તમે આ શું કર્યું. મારા છોકરાને મારી નાખ્યો. તું ભગત છો કે કેવો છો કહીને ગોરા ભગતને ઘણી ગાળો આપી. પછી ભગત ગોરા કુંભારે સોગંધ ખાઈ લીધા, જે બાદ પતિ-પત્નીના સંબંધ બંધ થઈ ગયા હતા.

એવું કહેવામાં આવે છે કે ગોરા કુંભાર ભગવાન વિઠ્ઠલના ભક્ત હતા અને આખો દિવસમાં ભગવાનના ધ્યાનમાં લીન રહેતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp