સંસદ ભવનમાં રાહુલે કહ્યું- લખીને લઈ લો આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું

PC: twitter.com

સંસદ ભવનમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઇન્કમ ટેક્સ, ED બધા નાના બિઝનેસ માલિકોની પાછળ પડ્યા રહે છે, જેનાથી અબજોપતિઓનો રસ્તો સાફ થઈ જાય છે. હું ગુજરાત ગયો હતો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વાળાએ જણાવ્યું કે અબજોપતિઓનો રસ્તો સાફ કરવા માટે GST લાવવામાં આવ્યું. આના પર કોઈએ કહ્યું કે ગુજરાત પણ જાવ છો કે શું? રાહુલે કહ્યું ગુજરાત જતો રહું છું. આ વખતે ગુજરાતમાં તમને હરાવીશું, લખીને લઈ લો આ વખતે ગુજરાતમાં હરાવીશું.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિવાદિત નિવેદન આપ્યું છે. એવું નિવેદન જે કરોડો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડનારું છે. તેમણે કહ્યું કે, જે લોકો પોતાની જાતને હિન્દુ કહે છે, તેઓ ચોવીસ કલાક હિંસા, હિંસા, હિંસા, નફરત, નફરત, નફરત, અસત્ય, અસત્ય, અસત્ય. રાહુલના આ નિવેદન પર લોકસભામાં ભારે હોબાળો થઈ ગયો. પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊભા થઈને રાહુલ ગાંધીના આ વિચાર પર આપત્તિ દર્શાવી. જો કે, જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે વડાપ્રધાન મોદી, ભાજપ અને RSSને નફરતી અને હિંસક કહ્યા છે ન કે આખા હિન્દુ સમાજને.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરતા માત્ર એટલું કહ્યું હતું કે આ વિષય ખૂબ ગંભીર છે. આખા હિન્દુ સમાજને હિંસક કહેવો ગંભીર વિષય છે. તેના પર રાહુલ ગાંધી બોલવા લાગ્યા નરેન્દ્ર મોદી આખો હિન્દુ સમાજ નથી. RSS આખો હિન્દુ સમાજ નથી. હોબાળા વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહ ઊભા થયા અને રાહુલ ગાંધી પાસે માફીની માગ કરી. તેમણે કહ્યું કે, બૂમ બરાડા કરીને આટલા મોટી ઘટનાને છુપાવી નહીં શકાય. વિપક્ષ નેતાએ કહ્યું કે જે પોતાની જાતને હિન્દુ કહે છે તેઓ હિંસા કરે છે. હું ફરીથી રીપિટ કરું છું જે પોતાની જાતને હિન્દુ કહે છે તેઓ હિંસાની વાતો કરે છે. હિંસા કરે છે?’

શાહે કહ્યું કે, આ દેશમાં કદાચ તેમને ખબર નથી કે કરોડો લોકો પોતાની જાતને ગર્વથી હિન્દુ કહે છે. શું તેઓ બધા હિંસાની વાત કરે છે? હિંસાની ભાવનાને કોઈ ધર્મ સાથે જોડવી સારી નથી. સંવૈધાનિક પદ પર બેઠા રાહુલ ગાંધીને વિનંતી છે કે માફી માગે. ઇસ્લામમાં અભય મુદ્રા પર વિદ્વાનો અને ગુરુનાનક પર SGPC પાસે મત લઈ લો. અભયની વાત કરવાનો હક તેમનો નથી કે ઇમરજન્સીમાં આખા દેશને ભયભીત કર્યો.

દિલ્હીમાં ધોળા દિવસે સિખ ભાઇઓની હત્યાઓ થઈ. તેઓ અભયની વાત કરી રહ્યા છે. નેતા વિપક્ષે પહેલા ભાષણમાં સદન સાથે આખા દેશ પાસે માફી માગવી જોઈએ. આ અગાઉ લોકસભામાં ભગવાન શિવની તસવીર દેખાડતા રોકવા પર વિપક્ષી દળના નેતા રાહુલ ગાંધીએ સવાલ ઊભો કર્યો. તેમણે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને વારંવાર પૂછ્યું કે શું સદનમાં શિવજીનું ચિત્ર દેખાડવાની મનાઈ છે? શું સદનમાં શિવજીની તસવીર નહીં દેખાડી શકાય?

રાહુલ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યાવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં સામેલ થયા અને પોતાની વાતો ભગવાન શિવની તસવીર દેખાડીને જ શરૂ કરી. તેના પર અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને નિયમોનો સંદર્ભ આપ્યો. રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષને કહ્યું કે, શું તમે અહી 55 કલાકથી બેઠા છો, તમે પથ્થર જેવા છો, તમે હાલતા કેમ નથી? હું આજે પોતાના ભાષણમાં ભાજપ અને RSSને કહેવા માગું છું કે અમારા આઇડિયા બાબતે છે, જેનો ઉપયોગ આખું વિપક્ષ કરી રહ્યું છે. આ આઇડિયા ક્યાંથી આવે છે, એ અમને કેવી રીતે તાકત આપે છે?

તેમણે આગળ કહ્યું કે, એ અમને તાકત આપે છે કે ડર્યા વિના આગળ વધો. એટલું કહેતા જ જ્યારે તેમણે ભગવાન શિવની તસવીર પોતાના હાથોમાં ઉઠાવી અને લોકસભા અધ્યક્ષના ટોકવા પર કહ્યું કે,  અહી શિવજીનું ચિત્ર દેખાડવાની મનાઈ છે? આ ચિત્ર આખા હિન્દુસ્તાનના દિલમાં છે. બધા આ ઇમેજને જાણે છે. જ્યારે ભગવાન શિવ પોતાના ગાળમાં સાંપ પલેટે છે તો તેઓ કહે છે કે તેઓ હકીકતને સ્વીકારે છે. તેમના ડાબા હાથ તરફ ત્રિશુળ છે. ત્રિશુળ હિંસાનું પ્રતિક નથી, પરંતુ એ અહિંસાનું પ્રતિક છે. જો એ હિંસાનું પ્રતિક હોત તો તે જમણા હાથમાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp