આખરે ઝૂકી સરકાર, CMએ રદ્દ કર્યો દમણગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ

PC: khabarchhe.com

દમણ-ગંગા-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને ગુજરાત સરકાર દ્વારા આજે રદ્દ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આ બાબતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. CM પટેલે કહ્યું કે આ યોજના આદિવાસી ભાઇ-બહેનોના હિતમાં રાખીને જાહેર કરવામાં આવી હતી. ઉપરોકdત યોજના બાબતે આદિવાસી ભાઇ-બહેનોમાં કેટલાંક લોકોએ ગેરસમજ ઉભી કરી હતી, તેના કારણે આ યોજનાનો વિરોધ થયો હતો.

તેમણે કહ્યું કે, મારી સરકાર આદિવાસીના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે અને તેનો લાભ મળતો રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા કોઇ યોજના અમલમાં મૂકતા પહેલાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી લેવામાં આવે છે. આથી ગુજરાત સરકાર આગળ વધારવા માંગતી નથી. આ યોજના રદ્દ કરવા અંગે કેન્દ્રમાં પણ સહમતિ સંધાઇ છે. આમ આદિવાસી ભાઇ-બહેનોની લાગણીને માન આપી આ યોજના રદ્દ કરાઇ છે.

લિંક પ્રોજેક્ટને કરાયો રદ્દ - નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં ગુજરાતની પાંચ નદીઓના લિંકની જાહેરાત કરી હતી. જેમાં દમણગંગા-પિંજલ, તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી માટેના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એકવાર લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ થઈ જાય પછી કેન્દ્ર અમલીકરણ માટે સમર્થન પૂરું પાડશે.

આ પ્રોજેક્ટ અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, નાણાંમંત્રી સીતારમણ અને કેન્દ્રીય સિંચાઈ મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાતના આદિવાસી સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળી હતી. જે બાદ આ યોજના રદ્દ કરવા નિર્ણય લેવાયો. જેની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરાશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp