બાળ લગ્ન અટકાવવામાં સફળ રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી

PC: Khabarchhe.com

તાપી જિલ્લામાં ટીમ અભયમની કામગીરી ખુબ જ સરાહનિય રહી છે. તાજેતરમાં એક જાગૃત વ્યક્તિએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી જણાવ્યું હતું કે, સોનગઢ તાલુકાના એક ગામમાં બાળલગ્ન થઈ રહ્યા છે. આ માહિતી મળતા જ અભયમની ટીમ તુરંત સ્થળ પર પહોંચી બાળલગ્નને અટકાવ્યા હતા.

અભયમની ટીમને મળેલા ફોન કોલ પર સક્રિય રીતે કામગીરી કરી ટીમ સોનગઢ પાસેના ગામમાં પહોચી ગઇ હતી. ઘટના સ્થળે પહોંચી આધારકાર્ડ દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે લગ્ન લેવાનાર દીકરીની ઉંમર 17 અને દીકરાની 18 વર્ષ છે. આમ, બંનેની ઉંમર લગ્ન માટે કાયદાકીય રીતે ઓછી જણાતા અભયમની ટીમે પરિવાર, ગામના સરપંચ અને આગેવાનોને માર્ગદર્શન આપી પરિવારને સમજાવેલું કે કાયદામાં લગ્ન માટે ઉંમર નક્કી કરવામાં આવેલી છે. જે અનુસાર છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરીની ઉંમર 21 વર્ષ હોય તો જ લગ્ન કરી શકાય છે.

જો તેના કરતા ઓછી ઉંમર હોય અને લગ્ન કરવામાં આવશે તો તે બાળલગ્ન ગણાશે જેને ગુનો ગણવામાં આવશે. અને લગ્ન કરાવનાર બન્ને પરિવાર, ઉપસ્થિત મહેમાનો અને પંડિત સૌ સજાને પાત્ર થશે. આ બાબતને ગંભીરતાથી લેતા બન્ને પરિવાર અને ઉપસ્થિત તમામે આ લગ્ન કરવાનું મુલતવી રાખ્યુ હતું. વધુમાં વડીલો દ્વારા બંનેના લગ્ન પુખ્તવયના થાય ત્યારે કરવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. આમ, અભયમ ટીમ તાપીએ યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સીલીંગ કરી બાળલગ્નને અટકાવીને પરિવારજનો તથા ત્યાના નાગરિકોને બાળલગ્ન વિશે જાગૃત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને અભય વચન આપતી 181 અભયમ મહિલા ફ્રી હેલ્પલાઇને કોઇ પણ આપત્તિની પરિસ્થિતિમાં મહિલાઓની મદદ માટે 24 કલાક કાર્યરત છે. મહિલાઓ બચાવ અને રાહત માટે મદદ, માર્ગદર્શન મેળવી મુશ્કેલીના સમયે ટેલિફોનિક કાઉન્સેલિંગ અને રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર જઈને મદદ અને બચાવ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત જાગૃત નાગરિકો દ્વારા અન્ય માટે મદદ કરનારની માહિતી પણ ગુપ્ત રાખવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp