માસિક ધર્મના વિવાદ પર સ્વામીના સમર્થનમાં આવ્યો સ્વામિનારાયણ સંપ્રદાય, રેલી કાઢી
ભૂજમાં આવેલા સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીનીઓના માસીક ધર્મ બાબતે તપાસ કરવા પર વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓના વિરોધના કારણે આ સમાગ્ર મામલો બહાર આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. બીજી તરફ મહિલા આયોગની એક ટીમ તપાસ કરવા માટે ઇન્સ્ટીટયુટ પર પહોંચી હતી. માસિક ધર્મના વિવાદ વચ્ચે ભૂજ સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણપ્રિયદાસ સ્વામીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં સ્વામીએ કહ્યું હતું કે, માણસને કંઈ કરવું જ નથી. તમે રસોઈ શીખતા નથી અને જો તમારે નોખા થઇ જવું હશે અને તમારું છોકરૂ નાનકડું હશે તો તેને રોટલા ઘડીને કોણ ખવડાવશે. રોજ તમે કોને લોટના ડબ્બા આપવા જશો અને રોજ કોના ઘરે કેટલું ખાવા જશો. તો ભાઈ સાહેબ કંઇક સમજો, કાં તો માતાપિતા સાથે રહો અથવા તો જમવાનું બનાવતા શીખો અથવા નરકમા જવાની તૈયારી રાખો. એક વખત માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના રોટલા ખાઈ જાવ એટલે બીજો અવતાર બળદનો જ છે. તમને જે લાગવું હોય એ લાગે આ તો શાસ્ત્રની વાત છે અને એકવાર સ્ત્રી જો પોતાના ઘરમાં માસિક ધર્મમાં હોય તે દરમિયાન પતિને રોટલો ખવડાવે તો બીજો અવતાર કુતરીનો જ છે.
આ વીડિયો વાયરલ થયા પછી લોકોમાં સ્વામી પ્રત્યે રોષની લાગણી જોવા મળી હતી ત્યારે બીજી તરફ ભૂજ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામીના સમર્થનમાં ઉભો થયો છે. સંતના સમર્થનમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક વિશાલ રેલી કાઢવામાં આવી હતી અને રેલી બાદ એક ધર્મસભનું આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મસભામાં જણાવવામાં આવ્યું હતું કે, આ વીડિયો 10 વર્ષ જૂનો છે. આ ઉપરાંતન વીડિયો વાયરલ કરીને સત્સંગને નુકશાન પહોંચાડવાના અને વિઘ્ન સંતોષી લોકોએ મીડિયામાં ભ્રામક પ્રચાર કર્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
Gujarat: Supporters of Krushnaswarup Dasji, took out a rally in his support in Kutch today after he faced criticism for his remark on menstruating women. pic.twitter.com/guT51jFKKF
— ANI (@ANI) February 19, 2020
સ્વામિનારાયણ મંદિર દ્વારા પત્ર લખીને હરીભક્તોને મોટી સંખ્યામાં રેલીમાં જોડાવવાની અપીલ કરવામાં આવી હોવાથી હજારો લોકો સંતના સમર્થનની રેલીમાં જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp