નશામાં ધૂત BJP બારડોલીના નેતાને પોલીસે પકડ્યો,પાણીપુરી વેચતી મહિલાએ ફરિયાદ કરેલી

PC: vtvgujarati.com

ગુજરાતમાં દારૂબંધી છે અને સરકાર વારંવાર પોકારો પાડે છે કે અમે કડક અમલ માટે કાયદા બનાવ્યા છે. વિપક્ષો અનેક વખત સરકાર પર આરોપ લગાવે છે કે દારૂબંધી માત્ર કાગળ પર જ છે. હવે સરકારની આબરૂના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે અને બારડોલીમાં ભાજપનો જ એક નેતા નશામાં ધૂત પકડાયો હતો. જો કે આવું પહેલીવાર બન્યું નથી, દારૂ સાથે ભાજપના નેતાઓ પકડાયા હોય તેવા પણ અનેક વખત કિસ્સા સામે આવ્યા છે.

જાણવા મળેલી વિગત બારડોલી સુરત રોડ પર આવેલા તેન ગામમાં પાણીપુરી વેચતી એક મહિલા સાથે બારડોલી ભાજપના કોષાધ્યક્ષ ડો. કૌશલ પટેલની બબાલ થઇ હતી. મહિલાએ બારડોલી પોલીસને ફરિયાદ કરી હતી જેના આધારે જ્યારે પોલીસ ડો. કૌશલની ધરપકડ કરવા ગઇ તો ભાજપનો આ નેતા નશામાં ધૂત હતો. પોલીસે તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. જો કે ડો. કૌશલ પટેલનો જામીન પર છુટકારો થયો છે.

સુરત બારડોલી રોડ પર તેન ગામની સીમમાં એક મહિલા પાણીપુરી વેચીને ગુજરાન ચલાવે છે. બારડોલી તાલુકાના કોષાધ્યક્ષ ડો. કૌશલ પટેલ મહિલાને કહ્યું હતું કે તમે કોને પુછીને અહીં લારી મુકી છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ નેતા કાર લઇને આવ્યો હતો અને લારીની આગળ કાર આડી કરી દીધી હતી અને નશામાં અપશબ્દો કહ્યા હતા. જો કે મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે ભાજપ નેતા ડો. કૌશલ પટેલ વારંવાર આવીને હેરાન કરે છે અને લારી ઉઠાવી લેવા માટે કહેતો રહે છે.

ભાજપ નેતા સાથેની બબાલને કારણે મહિલાએ પોલીસને અરજી કરી હતી, પરંતુ પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવાને બદલે પોલીસે પોતે જ ફરિયાદી બનીને ડો. કૌશલ પટેલની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારી પાંડુરંગ સોનવણેએ કહ્યું હતું કે, ફરિયાદને આધારે ડો. કૌશલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમનો જામીન પર છુટકારો થઇ ગયો છે.

ગુજરાતામાં દારૂબંધીની માત્ર વાતો જ થાય છે, આ વાત ભાજપના નેતાઓ પોતે જ કહે છે. તાજેતરમાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આરોપ મુક્યો હતો કે પોલીસ સાથેની સાંઠગાંઠમાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp