સુરતના ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારને લેટર લખીને કરી આ માગ
સુરતના વરાછા વિસ્તારના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અનેક વખત સરકારમાં રજૂઆતો કરતા રહે છે. ટ્રાફીક સમસ્યા હોય કે આરોગ્યની સમસ્યા તેઓ પોતાની જ સરકારને પત્ર લખતા રહે છે. હવે તેમણે સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયાના દર્દીઓ માટે જરૂરી ફેકટર7 અને ફેકટર 8 ઇંજેકશનની અછત હોવાની રજૂઆત રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલને કરી છે.
કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, સુરતની સિવિલ હોસ્પિટલમાં હિમોફિલિયાના 550 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે અને બીજા વિસ્તારોમાંથી 250 દર્દીઓ સારવાર માટે આવે છે. હિમોફિલિયાના દર્દીઓને મહિનામાં 4થી 5 વખત ઇંજેકશનની જરૂરિયાત રહેતી હોય છે. રોજના 30થી 35 દર્દીઓને ઇંજેકશન આપવા પડે છે, પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇંજેકશનનો પુરતો પુરવઠો નથી જેને કારણે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે, જેથી પુરવઠો પુરો પાડવા માટે વિનંતી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp