સ્માર્ટ મીટરનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો, જાણો શું કહે છે કાયદો

PC: thedailyguardian.com

ગુજરાતના શહેરોમાં સ્માર્ટ મીટરને લઇને હાહાકાર મચી ગયો છે. તેને લઇને વિરોધ પણ થઇ રહ્યો છે. લોકો વિજળી વિભાગની કચેરીઓ પર હોબાળો પણ કરી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ સ્માર્ટ મીટરમાં મોબાઈલની જેમ બિલ ભરવાનું રહે છે અને પછી તમને લાઈટ મળે છે. જો રિચાર્જ કરવાનું રહી જાય તો 4-5 દિવસ પછી પાવર બંધ થઇ જાય છે. સ્માર્ટ મીટરને લઇને માત્ર એક જ સમસ્યા નથી, લાઈટના આ સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લાગ્યા છે ત્યાંના લોકો ડબલ અને ત્રણ ગણા બિલ આવ્યાં હોવાની ફરિયાદો કરી રહ્યા છે. તો બીજા તરફ તંત્ર આ લોકોની ફરિયાદ સાંભળતું નથી.

તંત્ર કહે છે કે, બિલમાં તમારા આટલા યુનિટ વપરાયા છે એટલે તમારે આટલા પૈસા કપાશે. તો હવે ફરિયાદ ક્યાં કરવાની. આવી સ્થિતિમાં આ સ્માર્ટ મીટરની માથાકૂટ હાઇ કોર્ટમાં પહોંચી છે. સ્માર્ટ મીટર ફરજિયાત ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. હવે સ્માર્ટ મીટરની યોજનાને ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવી છે. એવી પણ દલીલ કરવામાં આવી છે કે, સ્માર્ટ મીટર લગાલવા માટે ગ્રોહકોનું હિત જોવાયું નથી.

મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા જૂના મીટર કાઢીને નવા પ્રી-પેઈડ મીટર લગાવવાની કામગીરીનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. આ યોજનાના અમલ સામે કાયદાકીય રીતે વિરોધ નોંધાવી રહેલા એક નાગરિકે MGVCL ના મેનેજિંગ ડિરેક્ટર (MD), કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવરના સેક્રેટરી વિગેરે સામે ગુજરાત હાઈ કોર્ટમાં પાર્ટી ઈન પર્સન તરીકે અરજી દાખલ કરી છે.

શું કહે છે આ અંગે કાયદો?

સંવિધાનની કલમ 14 તેમજ આર્ટિકલ 226 અને ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 47ની પેટા કલમ 5 અને ઈલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ વેગેરે કાયદાઓની જોગવાઈઓ અન્વયે ડિરેક્શન તેમજ ડિક્લેરેશન માટે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અન્વયે રજુઆત કરી છે. વડોદરાના કરોડિયા બાજવા રોડ વિસ્તારના રહેવાસી વાસુદેવ કનૈયાલાલ ઠક્કરે અરજીમાં જણાવ્યું છે કે, તા.18 મેના રોજ MGVCL તરફથી એક E-mail આવ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે અત્યારના વિજ મીટરો દૂર કરીને તેની જગ્યાએ પ્રી-પેઈડ મીટરો ઈન્સ્ટોલ કરવામાં આવશે. આમ કરવા માટે સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યૂલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપ્યો હતો.

ભારતના બંને સદનોમાં 7 ફેબ્રુઆરી 2019 -7 ફેબ્રુઆરી 2024 વચ્ચે પસાર કરાયેલા કુલ 240 બિલો તેમજ સુધારા બિલમાંથી એક પણ બિલ કે સુધારા બિલમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઈન્સટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યૂલેશન 2009ની તારીખ 23 ડિસેમ્બર 2019ના એમેન્ડમેન્ટ ઓફ મીટર રેગ્યુલેશન 2009ના એમેડમેન્ટને પાર્લિયામેન્ટની મંજૂરી મળી હોવાનું જણાતું નથી. 31 ડિસેમ્બર 2020ના રોજ અમલમાં લાવવામાં આવેલ રુલ્સમાં પણ પ્રી-પેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત ઈન્સ્ટોલ કરવાનું દર્શાવવામાં આવ્યું નથી. દેશના તમામ ચીફ સેક્રેટરીને પ્રી પેઈડ સ્માર્ટ મીટરો લગાવવા માટેની સૂચના સાથેનો કોન્સેપ્ટ દર્શાવ્યો છેા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp