વિકાસના વાયદામાં આખરે કેટલા નેત્રહિનની જિંદગીમાં અજવાળુ થયું?

PC: wearethebest.fires.wordpress.com

ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિકાસના દાવા કરતી ભાજપ સરકારના રાજમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકારી ચોપડે નોંધાયેલા 637 જેટલા નેત્રહિન પૈકી ફકત ત્રણને જ નોકરી મળી છે. આમ દિવ્યાંગો માટે સતત કાર્યરત હોવાના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે.

ધંધુકાના ધારાસભ્ય રાજેન્દ્ર ગોહિલે નેત્રહિનનોની બેરોજગારીને લઈને સરકારને સવાલો કર્યા હતા. રાજયમાં પાંચ વર્ષમાં કુલ 637 જેટલા નેત્રહિન બેરોજગાર નોંધાયા હોવાનું સરકારે જણાવ્યું છે. પરંતુ તે પૈકી ફકત ત્રણ જ નેત્રહિનને નોકરી મળી છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી ફકત અમરેલી અને વડોદરા જિલ્લામાં જ નોકરી આપવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ તમામને સરકારી નોકરી આપવામાં નહીં હોવાનું પણ સરકારે જણાવ્યું છે.

રાજયના હજુ લગભગ 634 નેત્રહિન રોજગારીની રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે 142 નેત્રહિન બેરોજગાર નોંધાયેલા છે. જયારે સૌથી ઓછા ગોધરા, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લામાં નેત્રહિન બેજગાર નોંધાયેલા છે. સરકાર ક્યારે રોજગારી આપે છે તેની સરકારી ચોપડે નોંધાયેલા નેત્રહિન બેજગારોની મિટ મંડાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp