આ તારીખથી ST બસના પૈડા થંભી જશે, મુસાફરી કરવાનું વિચારો છો તો આ વાંચી લો

PC: Youtube.com

સરકાર દ્વારા સાતમુ પગારપંચ લાગુ તો કરી દેવામાં આવ્યું પરતું ગુજરાત STના કર્મચારીના 7મા પગારપંચના પ્રશ્નોનો નિકાલ આવ્યો નહીં. સરકારના નેતાઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરોને મળતા ભથ્થામાં વધારો કરવાની વાત આવે ત્યારે સરકાર દ્વારા ગણતરીના કલાકોમાં તેની અમલવારી કરવામાં આવે છે પરતું સરકારી વિભાગના કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ લાંબા સમય સુધી નથી આવતું. આ કારણે ST કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓને લઈને આગામી 5 ફેબુ્આરીથી કર્મચારી યુનિયનોની સંકલન સમિતિ દ્વારા આંદોલન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ST વિભાગના કર્મચારીઓ રાજ્ય વ્યાપી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

'નિગમ બચાવો'ના નારા સાથે કર્મચારીઓએ આંદોલન કરવાની સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, ST વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માગણીને લઈને સરકાર સામે આંદોલન કરી રાજ્ય વ્યાપી હડતાલ કરી હતી. આ હડતાલને સમેટવા માટે તે સમયે સરકારે તાત્કાલિક ધોરણે STના કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી પરતું સરકાર દ્વારા STના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.

જેના કારણે હવે ST વિભાગના કર્મચારીઓએ 5 ફેબ્રુઆરીએથી હડતાલ અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે 5 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ ST બસના પૈડાંઓ થંભી જશે અને રાજ્યના હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મોટા ભાગના વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે STમાં મુસાફરી કરતા હોય છે જેના કારણે તેમણે પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ST કર્મચારીઓના માગણીઓની વાત કરવામાં આવે તો,

  • વર્ષ 2011 પહેલાના આશરે 1000 જેટલા આશ્રિતોનો નોકરી આપવાની અને સાતમા પગાર પંચનો તાત્કાલિક અમલ કરવાની માંગણીઓ મુખ્ય છે.
  • ફિક્સ પગારના કર્મચારીઓને ધારાધોરણ મુજબ તમામ નાણાકીય લાભો અને સવલતો આપવી
  • વર્ગ 3અને 4ના કર્મચારીઓની આંતર વિભાગીય બદલીઓ રદ કરીને કર્મચારીઓને મૂળ જગ્યાએ પરત લાવવા જેવી માગણીઓનો સમાવેશ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp