જામનગરના જામ સાહેબના વારસદારની જાહેરાત કરવામાં આવી, જાણો કોણ બન્યું?
જામનગરના રાજવી પરિવારે એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. જામ સાહેબ શત્રુશલ્ય સિંહે એક પત્ર લખીને જાણકારી આપી છે કે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ મારા વારસદાર બનવાનું સ્વીકાર્યું છે અને જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે ખરેખર પ્રજા માટે વરદાનરૂપ છે.
અજય જાડેજાની ગણતરી ભારતીય ક્રિક્રેટમાં ઓલરાઉન્ડર તરીકે થતી હતી. જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1970ના દિવસે રાજવી પરિવારમાં થયો હતો.જાડેજાની ક્રિક્રેટ કારકિર્દી વર્ષ 1992થી 2000 સુધીની રહી. વર્ષ 2000માં મેચ ફિક્સીંગમાં અજય જાડેજાનું નામ આવ્યું હતું અને તેમની પર 5 વર્ષ માટે ક્રિક્રેટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. જો કે, જાડેજાએ કોર્ટમાં લડત આપતા 3 વર્ષ પછી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. અજય જાડેજા અત્યારે ક્રિક્રેટ કોમેન્ટરી અને ક્રિક્રેટના એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp