ખોટું અનુમાન કરી વીમા કંપનીએ ક્લેઇમ નકાર્યો, કોર્ટે અપાવ્યો

PC: blog.ipleaders.in

લાકડાના ટેબલના લોક કરેલ ખાનામાં મુકેલ નાણાં સેઈફમાં મુકેલ ન ગણાય અને સ્ટીલના બોકસ કે સ્ટીલના કબાટમાં લોક કરીને મુકેલા નાણાં જ સેઈફમાં મુકેલા ગણાય એવું અર્થઘટન કરીને લાકડાના ટેબલના લોક કરેલ ખાનામાંથી ખાનું તોડીને ચોરાઈ ગયેલા નાણાંનો કલેઈમ નકારવામાં વીમા કંપનીના પક્ષે સેવામાં ખામી થઈ હોવાનું ઠરાવી પતિ-પત્નીની બે પેટીમાંથી ચોરાયેલી કેશનો કલેઈમ વ્યાજ સહિત ચુકવવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ)ના પ્રમુખ ન્યાયાધીશ આર.એલ.ઠકકર અને સભ્યઓ પૂર્વીબેન જોષી અને વિક્રમ વકીલે કર્યો છે.

આશાપુરી ઈલેકટ્રોનીકસના પ્રોપ્રાયટર જીગ્નેશ પંડ્યા તેમજ આશાપૂરી સેલ્સના પ્રોપ્રાયટર નીશા જીગ્નેશ પંડ્યાનાએ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત બે અલગ અલગ વીમા કંપનીઓ ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપની તેમજ ધી ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની વિરૂધ્ધ જીલ્લા ગ્રાહક કમિશનનાં દાખલ કરાવેલ બે ફરિયાદની વિગત એવી છે કે, શહેર સુરતમાં પાંડેસરામાં ફરિયાદી જીગ્નેશ પંડયા આશાપુરી ઈલેકટ્રોનીકસના નામે તેમજ તેમના પત્ની નીશાબેન જીગ્નેશ પંડયા આશાપુરી સેલ્સના નામે એજ સ્થળે ઈલેકટ્રોનીકસની ચીજ–વસ્તુઓ વેચાણ ક૨વાનો ધંધો કરે છે. ફરિયાદી જીગ્નેશભાઈએ પોતાની આશાપુરી ઈલેકટ્રોનીકસના ધંધાની રોકડ (કેશનો) ઘી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીનો મની ઈન્સ્યુ.તરીકે ઓળખાતો વીમો 30,00,000 નો લીધેલો. એજ રીતે નીશાબેન પંડ્યાએ તેમના આશાપુરી સેલ્સના ધંધાની રોકડ (કેશ) નો મની ઈન્સ્યુરન્સ તરીકે ઓળખાતો વીમો ધી ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની રૂા.10,00,000 નો લીધેલો. વીમો અમલ માં હતો તે દરમ્યાન તા.17/07/2014 ના રોજ જીગ્નેશભાઈ પંડ્યા એ તેમના ધંધાના વેચાણના રૂા.1,84,431 ટેબલના ડ્રોઅ૨માં મુકેલા હતા. તેમજ નીશાબેન પંડયા એ તેમના ધંધાના વેચાણના રૂા.37,105 – પણ ટેબલના ડ્રોઅરમાં મુકેલા હતા. તે દિવસે તહેવાર હોવાથી જાહે૨ ૨જા હોવાથી કેશ ટેબલના ખાનામાં લોક કરીને મુકેલા હતા.

ફરિયાદીના કારીગરોએ ફરિયાદવાળા પ્રિમાઇસીસ પર આવેલ અને ઓફિસમાં જઇને જોતાં ટેબલનું ડ્રોઅર જે આગલી રાત્રે લોક કરેલું હતું તે ડ્રોઅર તૂટેલું હતું અને ડ્રોઅરમાં રહેલી આશાપુરી ઈલેકટ્રોનીકસની રકમ રૂા. 1,84,431 અને આશાપુરી સેલ્સની ૨કમ રૂા.37,105 ગાયબ હતી. જેથી ફરિયાદીના કારીગરએ તુરંત જ જાણ જીગ્નેશભાઈ પંડયાને ટેલિફોન કરીને કરી હતી. તેથી ફરિયાદી તુરંત સ્થળ પર ધસી આવેલ. ટેબલનું ડ્રોઅર તોડીને કોઇ વ્યક્તિ ડ્રોઅરમાંથી ચોરી ગયા હોવાનું જણાતું હતું. ત્યારબાદ વધુ તપાસ કરતા કારીગરોએ જણાવેલ કે દાદર પરથી બીજામાળે અગાશીમાં જવાના ભાગ પર પતરૂ હતુ તે પતરૂ તોડીને ઉપરથી પ્રવેશીને ચોર નીચે આવેલ હોવાનુ બની શકે એવુ જણાયેલ. બનાવ અંગે ફરિયાદીએ પોલિસમાં જાણ કરી હતી.

જેથી ફરિયાદીએ તે અંગે સામાવાળાનોને જાણ કરી હતી. વીમાકંપનીએ સર્વેયરની નિમણુક કરી હતી. ક્લેઈમ નામંજુ૨ ક૨વા માટે બંને વીમા કંપનીઓએ જણાવ્યું હતું કે રોકડ રકમો લાકડાના ટેબલના ડ્રોઅરમાંથી ચોરાઈ હતી. વીમા પોલીસીની શરતો મુજબ માત્ર સેઈફમાં મુકેલ નાણાં ચોરાઈ જાય તો જ ક્લેઈમ ચુકવણી પાત્ર થતો હતો. વીમા કંપનીઓના અર્થઘટન મુજબ માત્ર સ્ટીલના ખાના કે સ્ટીલના કબાટ ને જ સેઈફ ગણી શકાય. લાકડાનાં ટેબલના ડ્રોઅરને લોક મારેલ હોય તો પણ તે સેઈફ ગણી શકાય નહી. અને તેથી કલેઈમ ચુકવણી પાત્ર ગણાય નહી એવું વીમા કંપનીએ જણાવી કલેઈમ નામંજુર કર્યો હતો. જેથી ફરિયાદીઓએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરવાની જરૂરત પડી હતી.

ફરિયાદીઓ ત૨ફે એડવોકેટ શ્રેયસ દેસાઈ અને એડવોકેટ ઈશાન દેસાઈએ જણાવ્યું હતુ કે ફરિયાદીઓએ આશાપુરી ઈલેકટ્રોનીકસનો રૂા.1,84,431 અને આશાપુરી સેલ્સના રૂા.37,105 પોતાની ઓફીસમાં ટેબલના ડ્રોઅ૨માં રાખીને ટેબલનું ડ્રોઅર લોક કર્યુ હતું. આમ રોકડ રકમ લોક એન્ડ કીમાં સુ૨ક્ષિત હતી. સામાવાળા કહે છે પોલીસીની ટર્મ્સ એન્ડ કન્ડીશનની સેકશન ૩ પ્રમાણે રોકડ રકમ સેઈફમાં જ રાખેલ હતી. આ સેઈફ કઈ ધાતુનું છે એ જરૂરી નથી. રોકડ ૨કમ જે ટેબલમાં રાખવામાં આવી હતી એ ટેબલ દુકાનમાં રહેતું હતું. અને દુકાનના બહારના દરવાજાને પણ લોક મા૨વામાં આવતું હતું.

સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (એડીશનલ) પ્રમુખ આર.એલ. ઠકકર અને સભ્યઓ પુર્વીબેન જોપી અને વિક્રમભાઈ વકીલે ફરીયાદીની ફરીયાદ અંશતઃ મંજૂર કરી આશાપૂરી ઈલેકટ્રોનીકસના પ્રોપ્રાઈટર જીગ્નેશ પંડ્યાને કલેઈમના રૂા.1,84,431 વાર્ષિક 9% ના વ્યાજ સહિત તેમજ વળત૨ ખર્ચ માટે બીજા રૂા.5000 ચુકવી આપવાનું ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપની લી. ને તેમજ આશાપુરી સેલ્સના પ્રોપ્રાઈટર નીશા જીગ્નેશભાઈ પંડયા ને કલેઈમનાં રૂા.37,105 વાર્ષિક 9% ના વ્યાજ સહિત તેમજ વળતર ખર્ચ ના બીજા 1500 ચુકવી આપવાનું ધી ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp