વીમા કંપનીએ સારવારનો ક્લેઇમ નકાર્યો, કોર્ટે વ્યાજ સહિત અપાવ્યો

PC: sundayguardianlive.com

એક ફરિયાદીએ એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત નેશનલ ઇસ્યુ કંપની લિ. વિરુધ સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં કરેલી ફરિયાદ મુજબ વીમા કંપની પાસેથી 5 લાખનો મેડીક્લેઇમ વીમો ધરાવતા હતા. વીમો અમલમાં હતો તે દરમિયાન સારવાર માટે રૂપિયા 1, 23, 000 નો ખર્ચ થયો હતો. જેથી વીમા કંપની સમક્ષ ક્લેઇમ કરાયો હતો. જે વીમા કંપનીએ ચુકવી આપ્યો હતો. બીજો ક્લેઇમ પણ રૂપિયા 51, 350નો વીમા કંપનીએ ચુકવી આપ્યો હતો. પરંતુ ત્યારબાદ 3 સારવારના ક્લેઇમની રકમ વીમા કંપનીએ ચુકવેલ નહીં. જેથી ફરિયાદીએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી.

ગ્રાહક કમિશન સમક્ષ એડવોકેટ શ્રેયસ દેસાઇ અને પ્રાચી દેસાઇએ દલીલો કરી હતી. સુરત જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ ન્યાયાધીશ આર.એલ.ઠક્કર અને સભ્ય પુર્વીબેન જોષીએ આપેલા ચુકાદામાં ફરિયાદ મંજુર કરી 3 ક્લેઇમના રૂપિયા 2,48,534 વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત ચુકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp