અમદાવાદ: કુખ્યાત પ્રદિપ ડોનના હત્યારાએ પેરોલ પર છૂટી માગી 75 લાખ રુપિયાની ખંડણી

PC: Stuff.com

અમદાવાદના અનેક વિસ્તારમા વેપારીઓ પાસેથી હપ્તા ઉઘરાવતા કુખ્યાત પ્રદીપ ડોનની હત્યા કરનાક જિજ્ઞેશ સોની આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તે હમણાં જ પેરોલ પર છૂટીને બહાર આવ્યો છે. તેણે બહાર આવતાની સાથે જ એક બિલ્ડર પાસે 75 લાખ રુપિયાની ખંડણી માંગી છે. આ અંગેની ફરિયાદ બિલ્ડરે ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

સાબરમતી વિસ્તારના સામર્થ્ય ફલેટમાં રહેતા ધર્મેશ શાહ કન્સ્ટ્રકશનનો ધંધો કરે છે. ધર્મેશના શાહના ભાઇ ચેતન શાહની ખાડિયા બી.ડી.કોલેજ પાસે આવેલી સાંકડી શેરીમાં છેલ્લા 8 મહિનાથી કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે.

5 જાન્યુઆરીના રોજ બપોરના 3.30 વાગ્યાના સમયે ધર્મેશ શાહના માણસ ભરત મોદી અને પરેશ ઠાકર તેમની સાઈટ ઉપર હાજર હતા એ વખતે 4 જેટલા માણસો ત્યાં આવ્યા હતા. એમાંથી બે વ્યક્તિઓએ પોતે જીગ્નેશ સોની અને હિરેન સોની હોવાની ઓળખાણ આપી હતી.

આ બે શખ્સો એ ધમકી આપી હતી કે, આ બાંધકામ બંધ કરી દેજો. આ ઘટનાની જાણ ભરત મોદીએ ધર્મેશ શાહને કરી હતી. આ ઘટનાના 3 દિવસ બાદ 8 જાન્યુઆરીએ ધર્મેશ શાહના મોબાઈલ પર ફોન આવ્યો હતો. એ અજાણી વ્યક્તિએ પોતે જિગ્નેશ સોની હોવાની ઓળખાણ આપી અને ધમકી આપી હતી કે, "75 લાખ રુપિયા નહી આપે તો કામ કરવા દઈશ નહી. હું તો આમ પણ ખૂન કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી જ રહ્યો છું તેથી મને કોઇ ફરક પડશે નહી."

આમ ગુનેગારોને પોલીસનો ડર જ ન રહ્યો હોય એમ જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ પણ ગુનાઓ કરી રહ્યા છે. શું આવા લોકોને પેરોલ પર છોડવા યોગ્ય છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp