હવામાન વિભાગે જણાવ્યું નવરાત્રીના પહેલા 4 દિવસોમાં કેવું રહેશે વાતાવરણ
વરસાદે ગુજરાતમાં બીજી ઇનિંગ શરૂ કરી હોય તેમ અવિરત વરસાદ પડી રહ્યો હતો, પરંતુ આજથી વરસાદ ધીમો પડ્યો હોય એમ લાગી રહ્યું છે. આજે સવારેથી બપોરે 12:00 વાગ્યા સુધીમાં માત્ર 6 જ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં કલોલમાં સૌથી વધુ 21 મિમી (એક ઇંચથી ઓછો) વરસાદ પડ્યો છે. તેની સાથે જ ગાંધીનગર, સાણંદ, તલોદ, વિજાપુર અને ઓલપાડમાં વરસાદ પડ્યો છે. આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, જિલ્લાઓમાં તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ગાજ-વીજની આગાહી છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી આપી છે.
1 ઓક્ટોબરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવ કેટલીક જગ્યાએ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદની પડે શકે છે. તેની સાથે જ વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 2 ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
3 ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 4 ઓક્ટોબરે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ગાજ-વીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 5 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 6 ઓક્ટોબરે નવસારી, વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 7-13 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલ થાય તેવી સંભાવના છે. જેથી 10-12 ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં આ સીઝનમાં સરેરાશ કરતા પણ ખુબ જ વધારે વરસાદ પડ્યો છે. મોટાભાગે જોઇએ તો, રાજ્યમાં નવરાત્રિ દરમિયાન વરસાદ થોભી જતો હોય છે. પરંતુ આગામી 28 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવનાઓ છે. જેથી રાજ્યમાં વરસાદ પણ પડી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રિમાં ગરમી અને ઉકળાટ પણ રહેશે. તેની સાથે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર વાદળોથી ઢંકાયેલો રહેશે. એટલું જ નહીં પરંતુ શરદ પૂર્ણિમાની રાત્રે સમુદ્રમાં વાવઝોડું આવી શકે છે. જેથી આ વખત શરદ પૂર્ણિમની રાતે ખૈલાયાઓ વરસાદ ભીંજવે તેવી સંભાવનાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp