સમસ્ત સુરત શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સંગઠનની રચના કરવામાં આવી
ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી રાજશેખરસુરિશ્વરજી મહારાજા, આચાર્ય હેમચંદ્રસાગરસૂરીશ્વરજી, આચાર્ય રાજહંસસૂરીશ્વરજી, આચાર્ય લબ્ધિચંદ્રસાગર સૂરીશ્વરજી, આચાર્ય વિરાગચંદ્રસાગર સૂરીશ્વરજી, જિનપ્રેમ વિજયજી જિનાગમ રત્ન વિજયજી આદિ ગુરુ ભગવંતોની નીશ્રામાં ઉમરા જૈન સંઘ ઉપાશ્રય માં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જૈન અગ્રણીઓ,ટ્રસ્ટીઓ,કાર્યકર્તાઓ ની હાજરીમાં સમસ્ત સુરત શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ સંગઠન ની રચના કરવામાં આવી હતી.
આ સંગઠન જૈન સમાજને લગતા નિર્ણયો લેવા અને જૈન પરંપરા ના રક્ષણ અને સંવર્ધન નું કાર્ય કરશે.આ સંગઠનમાં સુરતના ૮૫ સંઘો જોડાયા છે.
આ સંગઠનમાં ૨૭ જૈન અગ્રણીઓની મહાજન કમિટી,દરેક સંઘોના પ્રતિનિધિઓની કમિટી તથા સંકલન કાર્યો માટે પાંચ અગ્રણી કાર્યકર્તાઓ ની કમિટી ની ઘોષણા કરવામાં આવી હતી.ટુંક સમયમાં યુવા કાર્યકરો ની કમિટી બનાવવામાં આવશે.
મુંબઈ અમદાવાદ પછી સુરતમાં જૈન સંઘો ના સંગઠન ની ઉદઘોષણા ને સહુ એ હર્ષભેર વધાવી લીધી હતી. તાજેતરમાં જ પર્યુષણ પર્વ પછી સુરતના સહુ સંઘો ની સમૂહ રથ યાત્રા નું સફળ આયોજન થયું તે પછી આ સંગઠન ની રચના જૈન એકતા નું મહત્વનું પગલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp