સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં નવા અરાઈવલ હોલનું ઉદ્ધાટન

PC: Khabarchhe.com

અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં નવા અરાઈવલ હોલનું ઉદ્ધટાન કરવામાં આવ્યું છે. નવનિર્મિત ઈન્ટિરિયર્સમાં ગુજરાતની ઝાંખી અને પરંપરાગત સંસ્કૃતિને કંડારવામાં આવી છે. લોકો દ્વારા લોકો માટે પ્રવેશદ્વાર SVPIAના ટર્મિનલ-2 પર આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા ઈમિગ્રેશન વિસ્તાર સહિત નવો અરાઈવલ હોલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય આગમન બ્લોકમાં પેસેન્જર ટ્રાફિકને સરળ બનાવવા અને એકંદર ક્ષમતા વધારવા આ નવનિર્માણ કરવામાં આવ્યું છે.

ટર્મિનલ-2 પર વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા નવનિર્મિત ઇમિગ્રેશન વિસ્તાર સંસ્થાની સ્થિતિસ્થાપકતા, મક્કમતા અને અવરોધોને દૂર કરવાના અવિરત પ્રયાસનું પ્રમાણપત્ર છે. આગામી ભવિષ્યમાં SVPI એરપોર્ટની ગ્લોબલ માર્કેટમાં કેન્દ્રીય ભૂમિકાને જોતા તેમાં આર્થિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન તેંમજ પ્રત્યેક યોજનામાં પ્રવાસીઓ કેન્દ્રિત રાખવામાં આવી છે. SVPIA - લોકોનું એરપોર્ટ અને લોકો દ્વારા વાઇબ્રન્ટ સમુદાયો વચ્ચેના મજબૂત બંધનનું પ્રતિનિધિત્વ કરે છે. મુસાફરીના કેન્દ્ર તરીકે એરપોર્ટ અદમ્ય ભાવનાના જીવંત પ્રતિક તરીકે ઊભું છે. આવાગમનના સ્ટેશન ઉપરાંત તે આપણા ગૌરવ, ઓળખ અને મૂલ્યોનું પ્રતિબિંબ છે. SVPIA નવી તકોના પ્રવેશદ્વારનું પ્રતિનિધિત્વ કરે છે. આરામદાયક પ્રવાસ, આર્થિક વિકાસ, રોજગારીનું સર્જન તેમજ સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં તેની મહત્વની ભૂમિકા છે. તે એક એવું અવિભાજ્ય બંધન જે બધા માટે સંભાવનાઓના વૈશ્વિક દરવાજાઓ ખોલે છે.

ટર્મિનલ સ્પેસમાં 2550 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલો નવો અરાઇવલ બ્લોક 24 અત્યાધુનિક ઇમિગ્રેશન કાઉન્ટરો સહિત શહેરની કલા, સિટીસ્કેપ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ વિસ્તરણનો ઉદ્દેશ્ય એરપોર્ટ પરથી પસાર થતા લાખો મુસાફરોનું સરળ અને વધુ કાર્યક્ષમ આવાગમન સુનિશ્ચિત કરવાનો છે. અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરોની વધતી સંખ્યાના કારણે વિસ્તરણને ફાસ્ટ ટ્રેક પર રાખવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ ગત નાણાકીય વર્ષમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી હતી અને માત્ર 4.5 મહિનામાં 4 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી ચૂક્યું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 25% થી વધુ વૃદ્ધિ થવાની ધારણા છે. મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા SVPI એરપોર્ટ પર અનેક માળખાકીય વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. અગાઉના ઇમીગ્રેશન વિસ્તારોમાં 16 ઇમીગ્રેશન કાઉન્ટર હતા; હવે નવા વિસ્તારમાં મુસાફરોના સીમલેસ અનુભવ માટે અદ્યતન ટેક્નોલોજી અને ઉન્નત સુવિધાઓ સાથે 24 કાઉન્ટર હશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp