ઠંડી ક્યારે પડશે? ગુજરાતના હવામાન વિભાગે કરી આગામી 5 દિવસ માટે આગાહી

PC: abplive.com

ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે, કાલથી એટલે કે શુક્રવારથી 5 દિવસ માટે હવામાનમાં ફેરફાર જોવા મળશે. ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યૂ ચૌહાણે કહ્યું કે, શુક્રવારથી 5 દિવસ માટે તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો અનુભવ થશે. દરિયાકાંઠે ઉત્તર-પૂર્વના પવન ફુંકાશે અને પવનની ગતિ લગભગ 30થી 40 કિલોમીટરની રહેશે.5 દિવસ પછી પાછું તાપમાન યથાવત થઇ જશે.

તો બીજી તરફ હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, 8 અને 9 તારીખે કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વાદળો ઘેરાયેલા રહેશે. 9 અને 10 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વાદળો ઘેરાશે. 8-9-10 તારીખે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના બોર્ડરના વિસ્તારોમાં જેવા કે છોટા ઉદેપુર, રાજપીપળા, ડાંગ, સુરત, વલસાડ, વાપી ભરૂચમાં પણ વાદળો ઘેરાયેલા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp