ગુજરાતના હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જુઓ શું આગાહી કરી

PC: indiatoday.in

ગુજરાતના હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જે આગાહી કરી છે તે આર્શ્ચર્ય ઉભી કરે તેવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી 5 દિવસ ઠંડી નહી પડે, કમોસમી વરસાદ પણ નહીં પડે, તાપમાન યથાવત રહેશે અને પછી ગરમી વધશે. મતલબ કે શિયાળાની સિઝનમાં ગરમીનો અનુભવ થશે.

ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાં મોહંતીએ કહ્યું છે કે, ગુજરાતમાં આગામી 5થી 7 દિવસ સુધી વરસાદ પડે તેવી કોઇ શક્યતા નથી. તેમણે કહ્યું કે, બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે અને ત્રીજી દિવસથી ગરમીનો પારો વધશે. તેમણે કહ્યું કે આ વખતે વાદળછાયું વાતાવરણ હોવાને કારણે ઠંડીનો અનુભવ ઘણો ઓછો રહેશે.

હવામાન વિભાગે કહ્યું કે,રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. અમદાવાદમાં 15.5 ડીગ્રી તાપમાન હતું જ્યારે નલિયામાં 9 ડીગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના મનોરમા મોહંતીના કહેવા મુજબ આગામી દિવસોમાં ગુજરાતના લોકોએ ગરમી સહન કરવી પડશે. લગભગ 2 ડીગ્રી જેટલો પારો વધશે.

તો બીજી તરફ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે, ગુજરાતમાં 31 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડે તેવું લાગતું નથી. જો કે તેમનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્ન્સને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

અંબાલાલ પટેલે કહ્યુ હતું કે નવા વર્ષની 1લી તારીખથી 5 તારીખ સુધી ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો જોવા મળશે.

જાન્યુઆરી 2024ની શરૂઆતમાં ગુજરાતની પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. અત્યારે અરબ સાગર અને પશ્ચિમ બંગાળમાં અસર જોવા મળી રહી છે જેને કારણે ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણ સમયે વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ગુજરાતમાં આ વખતે ચોમાસની સિઝનમાં સારો એવો વરસાદ પડ્યો હતો, પરંતુ એ પહેલાના માવઠાએ ખેડુતોને મુશ્કેલીમાં મુકી દીધા હતા.ગુજરાતમાં વરસાદની સિઝન પુરી થયા પછી થોડા દિવસો પહેલા રાજકોટ અને સુરતમાં તો બરફના કરા પડ્યા હતા. કમોસમી વરસાદને કારણે ખેડુતોના પાકને નુકશાન થયુ હતું.

ગુજરાતના ખેડુતોએ શિયાળુ પાકની તૈયારી કરી છે અને જગતનનો તાત વાદળો સામે મીટ માંડીને વિનંતી કરી રહ્યો છે, કે મહેરબાની કરીને શિયાળી સિઝનમાં કમોસમી વરસશો નહીં. નહીં તો અમારી બધી મહેનત પર પાણી ફરી વળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp