ગુજરાતમા મંત્રી મંડળ અને ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો થવાના છે
પહેલેથી જ એવી ચર્ચા હતી કે લોકસભા 2024ની ચૂંટણી પતશે એટલે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળમાં અને ભાજપ સંગઠનમાં મોટો ફેરફારો થશે. હવે જાણવા મળ્યું છે કે ગુજરાતાં 7 જુલાઇએ રથ યાત્રા પુરી થતાની સાથે મંત્રી મંડળમાં ફેરફારો થશે.
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 6 મંત્રીઓનો ઉમેરો થઇ શકે છે, જેમાં 2 નવા મંત્રી આવી શકે છે અને 4 જૂના મંત્રીઓને સરકાર ફરી સામેલ કરી શકે છે.કોંગ્રેસમાંથી આવેલી અર્જૂન મોઢવાડિયા અને સી. જે. ચાવડાનું મંત્રી મંડળમાં સ્થાન લગભગ નક્કી છે. કોંગ્રેસના નેતાઓને લેવાને કારણે જો નારાજગી ઉભી થાય તો જે અગાઉ મંત્રી રહી ચૂક્યા છે તેવા નેતાઓને ફરી સામેલ કરીને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવશે.
ભાજપ સંગઠનમાં પ્રદેશ પ્રમુખથી માંડીને દરેક પદ માટે મોટા ફેરફારો થવાની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp