આગથી થનારા અકસ્માત માટે રાજ્યમાં કોઇ એક્શન પ્લાન જ નથી, ભાજપ કાર્યકરે ચેતવેલા

PC: ndtv.com

રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટનાના 10 મહિના પહેલાં ભાજપના એક કાર્યકરે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગને ચેતવેલા કે રાજ્યમાં મોટી આગની દુર્ઘટના બની શકે છે. કાર્યકરે 88 પાનનો પત્ર લખ્યો હતો, પરંતુ રાજ્ય સરકાર અન અધિકારીઓએ આ પત્ર પર ધ્યાન જ આપ્યું. જો આ પત્રને ધ્યાન પર લેવામાં આવતે તો રાજકોટની ઘટનામાં હોમાયેલા નિર્દોષ લોકોનો જીવ બચાવી શકાતે.

ભાજપના અમદાવાદના કાર્યકર મિલિન્દ શાહે ગુજરાત સરકાર અને ગાંધીનગરમાં આવેલા ડિરેક્ટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્સનને 88 પાનાનો પત્ર લખ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આખા રાજ્યમાં આગથી થનારા અકસ્માત રોકવા કોઇ એક્શન પ્લાન નથી એટલે ગમે ત્યારે તક્ષશિલા અને મોરબી જેવી ભયાનક ઘટના બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp