શું સી.આર. પાટીલ જ ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહેશે?

PC: Khabarchhe.com

વાવ પેટા ચૂંટણીમાં ભાજપની જીત પછી સુરતના એક કાર્યક્રમમાં સી આર પાટીલે સંકેત આપ્યા હતા કે તેઓ હવે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખનું પદ છોડશે. તેમણે કહ્યુ હતુ કે મારી વિદાય હવે વસમી નહીં બને, કાર્યકરોએ વાવ બેઠક જીતાડીને મને ખુશી આપી છે. પાટીલના આ નિવેદન પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ નવા આવશે એ ચર્ચાએ જોર પકડ્યું હતું.

ZEE ન્યૂઝ ગુજરાતીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ હાઇકમાન્ડ અત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલને બદલવાના મૂડમાં નથી. સ્થાનિક સ્વરાજ સસ્થાઓની ચૂંટણી પાટીલના નેજા હેઠળ લડાશે. એક શક્યતાએ પણ છે કે 14 જાન્યુઆરીએ કમૂરતા પુરા થશે એટલે 15 જાન્યુઆરી સુધી પાટીલને જ ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp