ગુજરાત પોલીસમાં ખાલી પડેલી જગ્યા પર 12472 નવી ભરતી થશે

PC: gujarati.news18.com

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે. કુલ 12472 નવી જગ્યાઓ પર ભરતી થશે. PSI કેડરની બિન હથિયારી, PSI હથિયારી, લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)ની ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

બિન હથિયારી PSI પુરુષમાં 316, બિન હથિયારી મહિલા 156, બિન હથિયારી પુરુષ 4422, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 2178, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 2212, હથિયારી કોન્સ્ટેબલ મહિલા 1090, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) 1000, જેલ સિપોઇ પુરુષ 1013, જેલ સિપોઇ મહિલા 85.

પોલીસ ભરતી બોર્ડ દ્રારા એક વેબસાઇટ બનાવવામાં આવી છે. https://ojas.gujarat.gov.in પર તમામ સુચનાઓ અને અરજીનો સમયગાળો એ બધી વિગતો ટુંક સમયમાં વેબસાઇટ પર અપલોડ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp