ગુજરાતમાં 20 દિવસ શેકાવાનું છે, બચવાની વ્યવસ્થા કરી રાખજો

ગુજરાતમાં ત્યારે લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે, એવા સમયે ભારતના હવામાન વિભાગે જે આગાહી કરી છે તે ચિંતા ઉભી કરનારી છે.

ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે, ગુજરાતમાં એપ્રલથી જૂન મહિના સુધી તાપમાન ઉંચે રહેશે. આગામા 5 દિવસ સુધી હીટવેવની સંભાવના નથી, પરંતુ એ પછીના 20 દિવસ સુધી હીટવેવ રહેશે. ગુજરાતમાં લગભગ 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે.

ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતના 13 શહેરોમાં 36 ડિગ્રીથી વધારે તાપમાન રહેશે. અમરેલીમા 39 ડિગ્રી અને ભાવનગર, ભૂજ, રાજકોટમાં 38 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.

ડો. વિકાસબેન દેસાઇએ કહ્યું છે કે, હીટવેવ એટલે કે લૂના સમયમાં બિમાર લોકો વિશેષ કાળજી રાખે અને બહારનો અને ભારે ખોરાક ખાવાનું ટાળજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp