આ 4 ચીટર સ્વામીને બિલકુલ ધર્મગુરુ માનતા નહીં, કરોડોની છેતરપિંડી કરીને ભાગ્યા છે

PC: divyabhaskar.co.in

રાજકોટના એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે જમીનમાં કમિશન આપવાના બહાને 3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા વડતાલ સ્વામીનારાયણ મંદિરના 4 સ્વામી ફરાર છે અને પોલીસે આ સ્વામીઓ માટે લૂકઆઉટ નોટિસ જારી કરી છે, જેથી આ ચીટર સ્વામીઓ વિદેશ છોડીને ભાગી ન જાય.

ધોરાજીના ઝાલણસરના વિજય પ્રકાશ સ્વામી, અંકલેશ્વરના પાનોલીના માધવ પ્રિય સ્વામી, આણંદના દેવ પ્રકાશ સ્વામી અને જુનાગઢના જે .કે, સ્વામી છેતરપિંડી કરીને ફરાર થઇ ગયા છે. જાણવા મળેલી માહિતી મુજબ સ્વામીઓની આ ટોળકીએ ગુજરાતના 7 શહેરોમાં 15 કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલું છે.

માયાના ચક્કરમાં ફસાયેલા આ સાવ સામાન્ય માણસો છે, તેમને બિલકુલ સ્વામી, ધર્મ ગુરુ કે આધ્યાત્મિક ગુરુ માનશો નહીં. એક સામાન્ય માણસને જે લાલચ હોય તેનાથી અનેક ગણી પૈસા કમાવવાની લાલચ આ સ્વામીઓને હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp