'સોમા ગાંડાને મત આપતા પહેલા 100 વાર વિચાર કરજો' લખેલો પત્ર ફરતો થયો

PC: facebook.com/somabhai.patel.3154/

જેમ-જેમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન નજીક આવતું જાય છે તેમ-તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને સામેના પક્ષના ઉમેદવારને મત ન આપવા માટે અવનવી રીતો અપનાવતા હોય છે. કેટલાક નેતાઓ જન સભાઓ કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરે તો કેટલાક નેતાઓ રેલીઓ કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે. પરંતુ આ લોકસભાની ચૂંટણીમાં કેટલાક વિસ્તારના લોકોએ રાજકીય પક્ષના ઉમેદવારોએ વોટ માગવા સોસાયટીમાં આવવું નહીં તેવા બેનરો લગાવ્યા છે, તો કેટલાક વિસ્તારમાં ઉમેદવારના નામનો ઉલ્લેખ કરીને નેતાઓને સોસાયટીમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે જનતાના વિરોધ વચ્ચે સુરેન્દ્ર નગરમાં કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા વિરુદ્ધ પત્રિકા ફરતી થઈ છે.

મળતી માહિતી અનુસાર, કોળી સમાજ દ્વારા 17 એપ્રિલના રોજ સાયલાના ઓવનગઢ ગામે સમાજના આગેવાનોના એક સંમેલનનું આયોજન કર્યું હોવાના કારણે આગેવાને આમંત્રણ આપતી પત્રિકા ફરતી કરવામાં આવી છે. આ પત્રિકામાં લખવામાં આવ્યું છે કે,'સમાજના આગેવાન સાંસદની ચૂંટણી લડતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને મત આપતા પહેલા 100 વાર વિચાર કરજો. સોમાભાઈ ગાંડાભાઈ સાંસદની કે ધારાસભ્યની ચૂંટણી લડ્યા પછી ક્યારેય દેખાતા નથી કે, કોળી સમાજના કામ પણ કરતા નથી.

સોમાભાઈ ગાંડાભાઈ સાંસદની કે ધારસભ્યની ચૂંટણી જીતી ગયા પછી વિકાસની ગ્રાન્ટમાંથી વિકાસ કામ કરતા નથી. તે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ટકાવારી લઇને ગ્રાન્ટ વેચી નાંખે છે. તો આના માટે કોળી સમાજના આગેવાનોએ ભેગા થઈને મનોમંથન કરવાનો સમય આવી ગયો છે. તો સમાજના નામે મત આપી હવે ક્યાં સુધી છેતારાવું.'

ઉલ્લેખની છે કે, કોળી સમાજના જ ઉમેદવાર સામે કોળી સમાજનો રોષ હોવાનો કારણે આ સંમેલન કરવામાં આવનારા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, કોળી સમાજના આગેવાનો આ લોકસભાની ચૂંટણીમાં સોમા ગાંડાને જીતાડે છે કે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp