મિસ ઇન્ડિયા યુનિવર્સ 2024 સૌંદર્ય સ્પર્ધાનો ખિતાબ આ ગુજરાતી છોકરી જીતી

PC: newsheads.in

મિસ ઇન્ડિયા યુનિવર્સ 2024 સૌંદર્ય ર્સ્પધાનો ખિતાબ આ ગુજરાતી છોકરી જીતી ગઇ છે.જયપુરમાં યોજાયેલી સોંદર્ય ર્સ્પધામાં અમદાવાદની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીતી લીધો છે. 50થી વધારે ર્સ્પધક વચ્ચે રિયા મેદાન મારી ગઇ છે.

રિયા સિંઘા ગુજરાતના અમદાવાદમાં રહે છે અને તેના પિતા બ્રિજેશ સિંઘા અને માતા રિટા સિંઘા ઇ-સ્ટોર ફેકટરીના ડિરેક્ટર છે. રિયા પોતે મલ્ટી ટેલેન્ટેડ છે. તેણીએ પરફોર્મિંગ આર્ટસમાં ગ્રેજ્યુએશન કરેલું છે, તે એક ફેશન ડિઝાઇનર છે અને માત્ર 19 વર્ષની છે.

રિયાએ માત્ર 16 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કરી દીધું હતું. તેણે મિસ ટીન ગુજરાતના ખિતાબ પણ જીતેલો છે. રિયા હવે મેક્સિકો ખાતે યોજાનારી ગ્લોબલ મિસ યુનિવર્સ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp