દ્વારકા-પોરબંદરમાં અનરાધાર વરસાદ પડવાનું આ છે કારણ
છેલ્લાં 3 દિવસમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રને રમણભ્રમણ કરી નાંખ્યું છે. વરસાદની ધૂંઆધાર બેટીંગને કારણે સૌરાષ્ટ્ર જળબંબાકાર થઇ ગયું છે, ખાસ કરીને પોરબંદર- દ્વારકા જેવી દરિયાકાંઠાના વિસ્તારને તો સાવ ઘમરોળી નાંખ્યું છે. પોરબંદરમાં 20 ઇંચ અને દ્વારકામાં 21 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ મૌસમના વડા ધીમંત વઘાસિયાએ કહ્યું કે,સાઇક્લોનિક સરક્યુલેશનની પેર્ટન દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છ પર છવાયેલી હતી અને 3 દિવસથી સિયરઝોન હતું એટલે પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં અનરાધાર વરસાદ પડ્યો.પવનની ગતિને જે અવરોધે તેને સિયરઝોન કહેવામાં આવે છે. તેમણે કહ્યુ કે, 22 અને 23 જુલાઇએ ગુજરાતમાં હવાનું હળવું દબાણ બને તેવી સ્થિતિ છે એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp