રૂપાલાના વિરોધમાં અમદવાદમા ક્ષત્રિય સમાજની વિશાળ રેલીમાં હજારો લોકો

અમદાવાદમાં સોમવારે હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ‘રૂપાલા હટાવો, દેશ બચાવો’ના નારા સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

રાજકોટમાં 23 માર્ચે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટીપ્પણીથી રોષે ભરાયેલા લોકોએ સોમવારે અમદાવમાદમાં એક વિશાળ રેલી કાઢી હતી, જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઇ હતી. બત્રીસ ભવનથી નિકળેલી રેલીમાં ક્ષત્રિય સમાજના જુદા જુદા સંગઠનના લોકો જોડાયા હતા. કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ક્ષત્રિય સમાજના આગેવાન રૂતુરાજ ચુડાસમાએ કહ્યું હતું કે, પરષોતમ રૂપાલાએ મહિલાઓનું અપમાન કર્યું છે. ભાજપ જે રામના નામે વોટ માંગી રહી છે તે પણ ક્ષત્રિય સમાજના છે. અમારી એક જ માંગ છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp