26th January selfie contest

'મન કી બાત' દ્વારા PM મોદીએ દેશને એકતાના તાંતણે બાંધ્યો છેઃ ગુજરાત રાજ્યપાલ

PC: PIB

PM નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતની 100મી કડીનું ગાંધીનગરમાં રાજભવન ખાતે વિશેષ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. મન કી બાત કાર્યક્રમના પ્રસારણને અંતે પોતાના સંબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે PM નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશની સાંસ્કૃતિક, ધાર્મિક અને ભૌગોલિક વિરાસત અને વિચારધારાઓનો પરસ્પર પરિચય કરાવવાનું કાર્ય કર્યું છે. તેમને ભારતની ગરીમાને વૈશ્વિક સ્તરે પુનઃસ્થાપિત કરવામાં મન કી બાત કાર્યક્રમની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. રાજ્યપાલે જણાવ્યું કે PMનું ધ્યેય માત્ર અને માત્ર ભારત નિર્માણનું છે અને મન કી બાત જેવા લોકપ્રિય કાર્યક્રમથી દેશના લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે.

આ પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરો-ની ગુજરાત કચેરી દ્વારા આયોજિત મન કી બાતના 100મા એપિસોડ ઉપરના એક વિશેષ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં મન કી બાતમાં PM દ્વાર રજુ કરાયેલી સામાન્ય લોકોની સફળતાની કહાની તેમજ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ સચિત્ર પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શન નિહાળ્યા બાદ રાજ્યપાલે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ પ્રદર્શન છેવાડાના અને સામાન્ય લોકો માટે પ્રેરણા રૂપ બની રહેશે.

કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ આપતા પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે PMનો મન કી બાત કાર્યક્રમ લોકો મંત્ર મુગ્ધ બનીને સાંભળે છે અને એક ધ્યાનથી સાંભળે છે તે તેની મોટી સફળતા છે. ભારતના કોઈ PMએ આ રીતે લોકો સાથે સીધો સંવાદ કર્યો હોય તેવું ભાગ્યે જ બન્યું છે. તેમણે કહ્યું કે PMએ મન કી બાત કાર્યક્રમને રાજકીય મંચ બનવા દીધો નથી અને સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓની જ ચર્ચા કરી છે. પદ્મશ્રી મુકતાબેને જણાવ્યું કે પ્રજ્ઞા ચક્ષુ અને દિવ્યાંગ માટે ઉલ્લેખનીય કાર્યની PM દ્રારા મન કી બાત કાર્યક્રમમાં નોંધ લેવાતા સેવા કાર્ય માટે મનોબળ વધ્યું છે. કચ્છના રોગાન કલાના કારીગર પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી એ પોતાના સંબોધનમાં મહિલાઓ અને ગરીબ કુટુંબોને જોડીને તેમને આત્મનિર્ભર બનાવવાના પોતાના પ્રયાસોની જાણકારી આપી હતી. જયારે સામાજિક કાર્યકર મિત્તલ પટેલે મન કી બાતના ઉલ્લેખ દ્રારા જણાવ્યું કે સમાજના વંચિત લોકોના ઉત્થાનની જવાબદારી માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ આગળ આવવું પડશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીએ જે સામાજિક સંસ્થાઓ તથા સામાજિક કાર્યકર્તાઓ તેમજ છેવાડાના લોકોનો અગાઉના મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો તેવા મહાનુભાવો ખાસ ઉપસ્થિતરહ્યા હતા. આઉપરાંત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મહાનુભાવો તેમજ વિવિધ ક્ષેત્રના ગણમાન્ય લોકો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના અંતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા જેમને મન કી બાતમાં PMએ યાદ કર્યા છે તેવા 18 મહાનુભાવોનું સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp