વાત કરવી છે -જતું કરવાની અને વીતેલી વાતો ભૂલી જવાની
(UTKARSH PATEL). छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे, मिल कर नई कहानी...
વાત કરવી છે જતું કરવાની અને વીતેલી વાતો ભૂલી જવાની, નવી પદ્ધતિથી એકડો ગુટવાની અને સૌને સાથે લઈને આગળ વધવાની! ઉપરોક્ત ગીતની કડીઓ મને આજે કઈક સમજાવી રહી છે એ વિચારો અહીં લખી રહ્યો છું.આપણા જીવનમાં દરેક જતી ક્ષણ પછી એક નવી ક્ષણ આપણી પાસે આવે છે અને નવી નવી અનેક ક્ષણો મિનિટો, કલાકો, દિવસો, વર્ષોમાં આપણને મળતી રહે છે. ગયેલી ક્ષણ પાછી આવે? નથી આવતી આપણે જાણીએ છીએ.
એવું જ આપણે જે વીતી ગયું એ પણ પાછું નથી આવવાનું એ સ્વીકારીને જતું કરી દેવાનું રાખવું જોઈશે જો ના આવડે તો શીખી લેવું જોઈશે કેમ કે આપણે અટકી નથી જવાનું આગળ વધવાનું છે. ભૂતકાળ ભૂલવા માટે છે અને ભૂતકાળથી બસ શીખ લેવાની છે, ભૂતકાળને વાગોળવાનો નથી. જીવનમાં આગળ વધવા માટે જૂની વાતો અને ગઈકાલ ને ભૂલીજ જવો જોઈએ તોજ આગળનો આવનારો સમય આપણી સાથે તાલમેલ કેળવી શકશે.
ક્યાંય અટકશો નહીં!
અનુભવોને આધારે નવા વિચારો સાથે સકારાત્મકતાથી નવા લક્ષ્ય તરફ આગળ વધીએ. સૌની અલગ અલગ ઈચ્છાઓ, સપનાઓ, મહત્વકાંક્ષાઓ હશે અને એ છે તોજ નવી આશાઓ અને પ્રેરણા ઉત્સાહ આવશે જીવનમાં. આપણી સાથે અનેક સબંધો જોડાયેલા છે, એમના માટે આપણે પ્રેરણારૂપ બનીએ. આપણા બાળકો ભાવી પેઢી માટે પ્રેરણારૂપ બનીએ. આપણે પાછળ વળીને જોવાનું રહેવા દઈએ અને આગળનું ભવિષ્ય જોઈએ, દીર્ઘદ્રષ્ટી કેળવીએ.
સમય ક્યારેય ઉભો રહ્યો? જીવન ક્યારેય ઊભું રહ્યું? ઠંડી, તડકો, વરસાદનો ઋતુરૂપે બદલાતો ક્રમ ઉભો રહ્યો? દિવસ પછી રાત અને રાત પછી દિવસ ક્યારેય ક્રમ ઉભો રહ્યો? આપણા માટે કોઇ ઊભું રેહતું કે અટકતું નથી તો પછી આપણે શું કામ અટકવાનું??? પાછલું પડતું મુકી દો, આવનારું વધાવો. અટકશો નહીં કેમકે કોઈ તમારા માટે અટકી પડવાનું નથી!
આવો આગળ વધીએ...
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp