સાપુતારા: બસ વળાંક વખતે સાઈડમાં ઉતરી ગઈ, પ્રવાસીઓ બારીમાંથી કૂદી ગયા,જુઓ Photos

PC: news18.com

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં બે દિવસમાં બે મોટા અકસ્માત થયા છે. ડાંગના સાપુતારાથી વઘઈને જોડતા બારીપાડા ગામ પાસે હાઈવે પર વળાંકમાં સામેથી આવતા ટ્રકથી બચવા જતા પ્રવાસીઓથી ભરેલી બસ રસ્તાની સાઈડમાં ઊતરી ગઈ હતી. જેના કારણે અકસ્માતની મોટી ઘટના બનતી અટકી ગઈ હતી. બસ રોડની સાઈડમાં ઊતરી જતા બસમાં બેઠેલા પ્રવાસીઓ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી ગયા હતા.

થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. ચોમાસું સીઝનમાં લપસણા રસ્તાને કારણે ડાંગ જતા પ્રવાસીઓએ વાહનને લઈને ચેતવા જેવું છે. વાગરા ભરૂચથી સાપુતારા ફરવા માટે આવેલા પ્રવાસીઓથી ભરેલી બસ ટર્ન વાળવા જતા, ટ્રકને બચાવવા જતા વળાંક પર રસ્તાની સાઈડમાં પોચી જમીનમાં ઊતરી ગઈ હતી. જેના કારણે ટ્રક સાથે થનારી અથડામણ અટકી ગઈ છે. અક્ષર લક્ઝરી બસ GJ14 Z 9915 સાપુતારાથી વઘઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગ બારીપાડા પાસે રસ્તાની સાઈડમાં ઊતરી ગઈ હતી.વળાંકમાં બસ ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો હતો.

આ ઘટનામાં ક્લિનરને ઈજા થઈ છે. તાત્કાલિક સારવાર હેતું નજીકની શામગહાન પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જવાયો હતો. બસમાં બેઠેલા તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. પ્રવાસીઓ બસની બારીમાંથી કૂદી ગયા હતા. ઘટનાની જાણ થતા સાપુતારા પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં માત્ર ક્લિનરને ઈજા થઈ છે. આ પહેલા આ જ રૂટ પર મહારાષ્ટ્ર પાસિંગની ટવેરાએ બાઈક ચાલકને અડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું.

બસ જાણે પોચી જમીન પર લપસી પડી હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. અહીં ભારે વરસાદને કારણે રસ્તાઓ લપસણા બન્યા છે. ખાસ કરીને આ રૂટ પર પોતાના વાહન સાથે પ્રવાસ કરનારા લોકો ખાસ ધ્યાન રાખવા જેવું છે. ભયજનક વળાંક પર અકસ્માત થવાનું જોખમ વધારે રહે છે. જોકે, આ ઘટનામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નથી. જોકે, અકસ્માતને પગલે તમામ પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. થોડા સમય માટે પ્રવાસીઓ પણ ડરી ગયા હતા. છૂટછાટ મળતા સાપુતારા અને આબુ જેવા હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને વીકએન્ડમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp