વીજ તાર અડતા ઘેટા-બકરા ભરેલી ટ્રકમાં આગ લાગી જતા 150 ઘેટા-બકરા સહિત 3 લોકોના મોત

PC: divyabhaskar.co.in

મોડાસાના બામણવાડ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. 150થી વઘુ ઘેટા-બકરા ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગી ગઇ હતી, જમાં એક બાળક સહિત 3 લોકોના મોત થઇ ગયા હતા. બકરાં ભરેલી ટ્રક વીજ તારને અડકી જવાથી ટ્રક સળગી ઊઠી હતી. આ આગમાં 150થી વધુ ઘેટા-બકરા બળીને રાખ થઈ ગયા હતા. ટ્રકમાં સવાર લોકોને બહાર નીકળવાનો અવસર ન મળતા ત્રણેય લોકોના ઘટનાસ્થળ પર મોત થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ મોડાસાની બે ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કોઈ પણ માલ વાહન હોય તેની ઊંચાઈથી લઈ દરેક પ્રકારના માપદંડ નક્કી હોય છે ત્યારે તેનું યોગ્ય પ્રમાણ ના જળવાય તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. અરવલ્લીના મોડાસા તાલુકામાં એવી જ એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો બળીને રાખ થઈ ગયા છે. મોડાસા તાલુકાના શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ નજીકથી ઘેટાં-બકરા ભરેલી એક ટ્રક પસાર થઇ રહી હતી. તેવામાં આ ટ્રક ઓવરહેડ જીવંત વીજ તારને અડકી જતા ટ્રકમાં અચાનક આગ લાગી ગઇ હતી. ઘેટા-બકરાં ભરેલી ટ્રકની બોડી ચુસ્ત હતી એટલે અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ટ્રક પૂરેપૂરો આગની ઝપેટમાં આવી જતા, ટ્રકમાં રહેલા લગભગ 150 જેટલા ઘેટાં-બકરા બળીને રાખ થઈ ગયા હતા. બકરાની જાળવણી માટે ટ્રકમાં બેઠા એક બાળક સહિત ત્રણ લોકો પણ બહાર નીકળી ન શક્યા અને આગમાં બળી જવાના કારણે ત્રણેયના મોત થઇ ગયા હતા. આખી ઘટનાની જાણકારી મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને આપવામાં આવી અને નગરપાલિકા ફાયર વિભાગના અધિકારી હેમરાજસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ બે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને નિયંત્રણમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. મોડાસા અને ટિંટોઇ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.

હાલમાં જ સુરત જિલ્લાના કામરેજના ઉંભેળ ગામ પાસે નેશનલ હાઇવે નંબર-48 પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. રોડ બનાવવાવાના મશીન સાથે જોરદાર રીતે ટ્રેલર અથડાતા 3 લોકોના કમકમાટીભ્રયા મોત થઇ ગયા હતા. રોડ બનાવવાના મશીનના ડ્રાઇવરનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું હતું. તો અન્ય બે મજૂર ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થઉ ગયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, 2 કલાકની મહેનત બાદ ટ્રેલર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઇ ગયો હતો. રસ્તા પર ઓઇલ ઢોળાયું હોવાથી ફાયર ટીમે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp