TTFએ પ્રવાસીઓ અને પ્રવાસન ઉદ્યોગને એક પ્લેટફોર્મ પર લાવતી કડી છે: ગણપતસિંહ વસાવા

PC: Khabarchhe.com

સરદાર સરોવર પાસે નિર્માણ પામી રહેલી લોહપુરૂષ સરદાર પટેલ સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' રાજ્યના પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસીઓ માટે નજરાણા સમાન બની રહેશે. જેના થકી પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાત નવા આયામો સર કરશે. ઉપરાંત અહી બોટિંગ, વેલી ઓફ ફ્લાવર, વોટર સ્પોર્ટ્સ સહિતની પ્રવાસન સુવિધાઓથી વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, એમ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ત્રિ-દિવસીય ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર-2018ને ખૂલ્લો મૂકતા રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.

અમદાવાદમાં સફળ આયોજન પછી સુરતમાં આયોજિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર-2018 એ પ્રવાસીઓ અને પ્રવાસન ઉદ્યોગને એક જ પ્લેટફોર્મ પર લાવતી કડી છે એમ જણાવતા ગણપતસિંહ વસાવાએ વધુમાં કહ્યું કે, TTF મારફતે સમગ્ર દેશના ટુર્સ અને ટ્રાવેલ્સ ઓપરેટરો, હોટેલો, એરલાઇન્સ કંપનીઓ, રાજ્ય અને રાષ્ટ્રીય પ્રવાસન બોર્ડ, ક્રુઝલાઈનર્સ, રેલ્વે વિભાગ એક છત હેઠળ એક જ સ્થળેથી પ્રવાસનને લગતી તમામ જાણકારી આપીને પ્રવાસીઓ માટે સેતુરૂપ બન્યા છે.



દેશના 17 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના 115 એક્ઝિબિટર્સ ઉપરાંત પાંચ દેશના એક્ઝિબિટર્સ ભાગ લીધો છે. આ ટ્રાવેલ ફેર પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસીઓ માટે બીટુબી વ્યાપારની તકો પૂરી પાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પતંગોત્સવ, નવરાત્રિ મહોત્સવ, રણોત્સવ જેવા કાર્યક્રમો થકી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

ભારતની એકતાના શિલ્પી સરદાર સાહેબની પ્રતિમાને વડાપ્રધાનના હસ્તે આગામી 31 ઓક્ટોબરના રોજ સાકારિત કરાશે, લોકાર્પણની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, એમ પણ ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, તા.14 થી 16 સપ્ટે. દરમિયાન આયોજિત સુરતના ટ્રાવેલ ટુરિઝમ ફેરમાં ભારત સહિત ભૂતાન, માલદીવ, નેપાળ, યુ.એસ. પણ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતની યજમાનીમાં આયોજિત આ ફેરમાં 700થી વધુ વ્યાપારીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે, ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન ૫ હજારથી વધુ લોકો આ મુલાકાત લેશે. TTF વર્ષ 1989 થી દેશના વિવિધ રાજ્યોમાં આ પ્રકારના ફેરનું આયોજન કરે છે.

આ પ્રસંગે મેયર ડૉ. જગદીશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp