ભ્રષ્ટાચારની ભરમાર, હવે AMCના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

PC: dainikbhaskar.com

સરકારી ખાતામાં ફરજ બજાવતા મોટા અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા હોવાની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારી પણ 20 હજાર રુપિયાની લાંચ લેતા ACB ના હાથે ઝડપાઈ ગયા હતા.

આ બંન્ને અધિકારીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડમાં પાણીના ટેન્કરના બીલો પાસ કરાવવા માટે 20,000 રુપિયાની માગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ લાંચ ન આપતા ACB ને જાણ કરી હતી. તેથી ACB એ છકટુ ગોઠવીને આ બંન્ને અધિકારીઓને ઝડપી પાડ્યા હતા.

સરકારી વિભાગમાં કર્મચારીઓ દ્વારા લોકોને કામ કરી આપવાના બદલામાં પૈસા માંગવામાં આવતા હોવાની ઘણી ફરિયાદો કરવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા આવી રીતે ચાલતા ભ્રષ્ટ્રાચારને રોકવા માટે કોઈ કડક પગલા લેવામાં આવી રહ્યા નથી. છેલ્લા એક મહિનામાં મોટા પ્રમાણમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ઝડપાયેલ AMCના અધિકારીઓ

1. વિજય ડાભી ( ડેપ્યુટી સિટી એન્જિનિયર-પૂર્વ જોન વિરાટ નગર)
2. કલ્પેશ પરમાર ( આસિટન્ટ એન્જિનિયર- નિકોલ વોર્ડમાં)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp