અમદાવાદમાં PSI પર હુમલો કરનાર બુટલેગર સામે મહિલા સિંગરે અપહરણની ફરિયાદ કરી

PC: youtube.com

અમદાવાદમાં PSI ભરવાડ પર હુમલો કરનારા બે આરોપી અક્ષય અને અજીતે અમદાવાદના સુરેલીયા એસ્ટેટ વિસ્તારમાં રહેતી સિંગર ભૂમિ પંચાલનું અપહરણ કરીને તેની પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી પરંતુ જે સમયે અપહરણકારો ભૂમિ પંચાલનું અપહરણ કરીને લઇ જતા હતા, તે સમયે બુટલેગરોને કોઈનો ફોન આવતા, તે કાર અને ભૂમિ પંચાલને રસ્તામાં મૂકીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે સિંગર ભૂમિ પંચાલે બુટલેગર અક્ષય ભુરીયા અને અજીત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના સુરેલીયા સ્ટેટ નજીક રહેતી સિંગર ભૂમિ પંચાલ બે દિવસ પહેલા તેના ઘરની નજીક આવેલા જશોદા નગરમાં સાઉન્ડવાળા પાસે પૈસાનો હિસાબ કરાવવા માટે ગઈ હતી. તે સમયે બુટલેગર અક્ષય ભુરીયાએ ભૂમિને ફોન કરીને એક લાખ રૂપિયાની માંગણી કરી હતી ત્યારબાદ અજીતે પૈસા નહીં આપે તો ભૂમિને અપહરણ કરવાની ધમકી આપી હતી. આ ધમકી મળ્યા બાદ ભૂમિ પંચાલ તેના ફોટા ગ્રાફર સાથે ઘરે આવવા માટે કારમાં નીકળી હતી. રસ્તામાં અક્ષય ભુરીયા અને અજીતે ભૂમિની કાર ઉભી રાખી હતી અને બંને કારમાં ભૂમિનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા.

અક્ષય ભૂરિયો અને અજીત દાસ્તાન સર્કલ પાસે પહોંચ્યા ત્યારે તેના મોબાઈલમાં કોઈનો ફોન આવતાની સાથે બંને કારમાંથી નીચે ઉતરીને ફરાર થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, બુટલેગર અક્ષય ભુરીયાએ ભૂમિનું અપહરણ કર્યા પછી સુરેલીયા પોલીસ ચોકીમાં જઈને PSI અર્જુન ભરવાડને પુરો કરી દેવાની ધમકી આપી હતી અને કહ્યા અનુસાર અક્ષય ભુરીયાએ તેના સાગરિત સાથે મળીને PSI અર્જુન ભરવાડ પર ચપ્પુ વડે હુમલો કરીને તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp