ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલની નજીક, 19 જિલ્લામાં વરસાદની આગાહી

PC: twitter.com

સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટે સુરત મહાનગર પાલિકા અને તેની સાથે સંબંધિત એજન્સીઓને એક પત્ર લખીને જાણકારી આપી છે કે ઉકાઇ ડેમની સપાટી 344.95 સુધી પહોંચી ગઇ છે. ઉકાઇ ડેમનું રૂલ લેવલ 345 છે. ઉકાઇ ડેમમાંથી આજે સવારથી 1.50 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે. નીચાણ વાળા વિસ્તારોમાં  સાવચેતી રાખવા તમામ એજન્સીઓને જાણ કરી દેવા માટે પત્રમાં કહેવાયું છે.

 બે દિવસ પહેલા મહારાષ્ટ્રના અરબ સાગરમાં જે વેલમાટ લો- પ્રેસર હતું તે હાલમાં પૂર્વ મધ્ય અરબ સાગરમાં સક્રીય છે અને ધીમે ધીમે ઉત્તર- પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાતના હવામાન વિભાગે રવિવાર, 13 ઓક્ટોબર માટે 19 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરેલી છે. જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા અને કચ્છનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp