વડોદરામાં બેકાબૂ ટ્રેલરે 5 કાર-રિક્ષાને ટક્કર મારી, 2ના નિધન

PC: twitter.com

ગુજરાતના વડોદરામાં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. જિલ્લાના કરજણ ગામ પાસે આવેલા હાઇવે પર એક ટ્રેલરે પાંચ કારને જોરદાર ટક્કર મારી હતી. એક ઓટોરીક્ષા પણ તેની અસરમાં આવી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, નવ ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ગુજરાતમાં હાલમાં કમોસમી વરસાદ ચાલુ છે, આવા આ વરસાદના વાતાવરણમાં વડોદરા પાસે આવેલા કરજણ ગામ પાસે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઘણા બધા વાહનો સાથે આ અથડામણમાં બે લોકોના મોત થયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા. વડોદરા નજીક કરજણ ખાતે એક ઝડપી ગતિએ આવતું ટ્રેલર ટ્રક પાંચ કાર અને એક ઓટો રિક્ષા સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને બચાવી વડોદરાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવે છે. આ અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો, તેને ત્યાં હાજર પોલીસે સ્થળ પરથી તાત્કાલિક જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ભરૂચ-વડોદરા લેન પર કન્ટેનર ટ્રકના બ્રેક ખરાબ થઇ જવાને કારણે કરજણ તાલુકાના કંડારી ગામ નજીક હાઈવે પરનો વાહનવ્યવહાર પહેલાથી જ ખોરવાઈ ગયો હતો, આથી ભરૂચથી વડોદરા તરફ પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રેલરે પાંચ કાર અને એક ઓટો રિક્ષાને ટક્કર મારી અને તેની સાથે જોરદાર અથડાઈ હતી, જેના પરિણામે બે લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોની ઓળખ સુરતના રહેવાસી સવિતા અમીશ સરૈયા અને સંજય ગમનલાલ સરૈયા તરીકે થઈ હતી. ઘાયલ થયેલા નવ લોકોની હાલત હાલ ગંભીર છે અને તેઓને વડોદરા શહેરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટના પછી વડોદરા પોલીસે ટ્રેલર ટ્રકના ચાલકને કસ્ટડીમાં લઇ લીધો છે. આ ઘટનાની આગળની તપાસ ચાલુ કરી છે.

વડોદરાની આસપાસના હાઇવે પર હાલના સમયમાં માર્ગ અકસ્માતમાં ઘણો વધારો થયો છે. વડોદરા-કરજણ હાઇવે અને વડોદરા અમદાવાદ હાઇવે સહિત NH 48 પર આ વર્ષે ઘણા મોટા અકસ્માતો થઇ ચુક્યા છે. એક અનુમાન મુજબ, હવે આ અકસ્માતોમાં લગભગ 50 લોકોના મોત થઇ ચુક્યા છે. હાઇવે પર પાર્ક કરાયેલા વાહનો આ પ્રકારના અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસો પહેલા એક લક્ઝરી બસને ટ્રેલરે ટક્કર મારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp