ગુજરાત બન્યું હિમાચલ, રાજકોટમાં બરફ, હવામાન વિભાગની આગાહી જાણી લો

PC: twitter.com

ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારે વહેલી સવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. સુરતમાં કરા પડ્યા હતા તો રાજકોટમાં રસ્તા પર બરફ પડવાને કારણે લોકોએ મજા માણી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 24 નવેમ્બરથી 27 નવેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાંક વિસ્તોમાં માવઠું આવી શકે છે. રવિવારે વહેલી સવારે 5થી 8 વાગ્યામાં ભારે વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના તલાલામાં 1.50 જેટલો વરસાદ 2 કલાકમાં પડી ગયો હતો.

 ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ 20 જિલ્લાના 61 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાના મેળામાં અનેક સ્ટોલ  ઉડી ગયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ 24 કલાક ભારે છે અને 27 તારીખે દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં કમોસમી વરસાદ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp