નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉર્વશીનો 24 કેરેટ ગોલ્ડ iPhone ખોવાયો,અમદાવાદ પોલીસે..
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો આઈફોન ખોવાઈ જવાની ઘટના સામે આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર આ વિશે ટ્વિટ કર્યું અને સ્વીકાર્યું કે, તેનો આઇફોન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાઈ ગયો હતો. તેણે અમદાવાદ પોલીસને ટેગ કરી અને તેનો ફોન ટ્રેસ કરવામાં મદદ કરી શકે તેવા કોઈપણને ટેગ કરવામાં મદદ કરવા માટે અપીલ કરી. અભિનેત્રીની પોસ્ટના જવાબમાં અમદાવાદ પોલીસે iPhoneની વિગતો માંગી છે, જેથી તે ફોનની શોધ શરૂ કરી શકાય. આ પહેલા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈફોન ખોવાઈ જવાના કિસ્સા સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો ફોન પણ ખોવાઈ ગયો હતો. આ પહેલા IPL મેચ દરમિયાન લગભગ 100 આઈફોન, ચોરોના નિશાન બન્યા હતા.
ઉર્વશી રૌતેલાએ લખ્યું છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મારો 24 કેરેટ જેન્યુઈન ગોલ્ડ ફોન ખોવાઈ ગયો. જો કોઈને આ મળે તો કૃપા કરીને મદદ કરો. શક્ય તેટલી વહેલી તકે મારો સંપર્ક કરો. મદદ માટે પૂછતાં ઉર્વશીએ પોતાની પોસ્ટમાં અમદાવાદ પોલીસને ટેગ કરી છે અને લખ્યું છે કે મને મદદની જરૂર છે. આ પછી ઉર્વશીએ આગળ લખ્યું કે, કોઈ એવા વ્યક્તિને ટેગ કરો કે જે મદદ કરી શકે. ઉર્વશી રૌતેલા 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે અમદાવાદ પહોંચી હતી. મેચ પહેલા ઉર્વશી જે હોટલમાં રોકાઈ હતી. તેણે તે હોટલનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેની આ પોસ્ટ બાદ પોસ્ટ પર જ અમદાવાદ પોલીસે કમેન્ટ કરીને તેની પાસેથી મોબાઈલ ફોનની ડિટેઇલ માગી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉર્વશીનો આઇફોન ગુમાવવાની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. અમદાવાદ પોલીસે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે ત્યારે મોટી સંખ્યામાં યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉર્વશી રૌતેલાએ ભારત-પાકિસ્તાન મેચ જોતી વખતે એક વીડિયો પણ શૂટ કર્યો હતો અને પછી તે વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. તેના બેકગ્રાઉન્ડમાં ચક દે ઈન્ડિયા ગીત વાગી રહ્યું હતું.
ઉર્વશી રૌતેલાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. ભારત-પાકિસ્તાન મેચ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર મેચની પાંચ ટિકિટો સાથેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. હવે તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાનો આઇફોન ખોવાઈ ગયો હોવાની માહિતી આપી છે. આ સમગ્ર મામલો અમદાવાદ પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસને ફરિયાદ કરવાને બદલે કેટલાક યુઝર્સ તેમને સોશિયલ મીડિયા પર મદદ માંગવા બદલ ટ્રોલ પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp