વડોદરા: 36 વર્ષીય યુવાને એસીડીટીનો સામાન્ય દુખાવો સમજી લીધો, હાર્ટ એટેકથી નિધન
વડોદરામાં એક 36 વર્ષના યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. આ યુવાનને છાતીમાં દુખાવો થતો હતો, પરંતુ સામાન્ય એસીડીટી હશે એમ માનીને સારવાર ન લીધી જેને કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો. છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પરિણામ ચિંતાજનક હદે વધી ગયું છે એવા સમયે કોઇ પણ વ્યક્તિએ સહેજ પણ દુખાવો થાય તો તબીબને બતાવી દેવું જોઇએ.થોડી પણ બેદરકારી ભારે પડી શકે છે.
જાણવા મળેલી વિગત મુજબ 36 વર્ષના ધરમસિંહ પઢેરિયા મુળ રાજકોટના વતની છે, પંરતુ તેઓ બિઝનેસ ટૂર માટે વડોદરા આવ્યા હતા. તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો તો ધરમસિંહે એમ સમજી લીધુ કે આ દોડધામ વધવાને કારણે થોડી એસિડીટી થઇ ગઇ હશે એટલે તેમણે ડોકટરની સારવાર કરાવવાનું મુનાસીબ ન માન્યું. તેમનો દુખાવો વધી ગયો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ડોકટરો ધરમસિંહનો જીવ બચાવી શક્યા નહોતા. તબીબોએ કહ્યું કે તેમનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
છેલ્લાં કેટલાંક સમયથી આપણને સમાચારમાં જાણવા મળે છે કે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ક્રિક્રેટ રમતા રમતા, પ્રેકટીસ કરતા કે ગરબા રમતા રમતા અનેક યુવાનોના મોત થયા છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડા સમય પહેલાં જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં યુવાનોના હાર્ટ એટેકને કારણે મોત થઇ રહ્યા છે તે એક ચિંતાજનક બાબત છે અને આના વિશે સરકારે એક સરવે કરાવવો જોઇએ.
એ પછી ગુજરાતના હ્દયરોગના નિષ્ણાત તબીબોએ એવું તારણ કાઢયું હતું કે, કોરાનાની વેક્સીનને કારણે યુવાનોના મોત નથી થઇ રહ્યા. પહેલાં પણ યુવાનોના હાર્ટ એટેકથી મોત થતા હતા, પરંતુ તે વખતે બહુ બહાર નહોતું આવતું. હવે એક મોત થાય છે અને સમાચારમાં તરત આવી જાય. તબીબોએ કહ્યું કે, ખાણી પીણીમાં બેદરકારી અને જીવન શેલીમાં અનિયમિતતાને કારણે હાર્ટ એટેક આવે છે.
બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ક્હયું હતું કે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેક અંગે એક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો, જેના રિપોર્ટમાં જાહેર થયું છે કે વેક્સીનને કારણે યુવાનોના હાર્ટ એટેકથી મોત થતા નથી.
જો કે, દરેક વ્યકિતએ પોતાના આરોગ્યની કાળજી પોતે જ રાખવી પડશે, તમને સહેજ પણ છાતીમાં દુખાવો ઉપડે તો તબીબોને બતાવી દેજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp